અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ વર્ષોથી થયેલા દબાણને JCB વડે હટાવી દેવાયા; ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ તરફનો રોડ ખુલ્લો થશે

Text To Speech

28 ફેબ્રુઆરી 2025 અમદાવાદ; શહેરમાં વર્ષોથી દબાણ યુક્ત રોડ એવા ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ તરફ જવાના રોડ પર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50થી વધુ ઝુપડા મકાન JCB વડે તોડી પડાયા છે. જેમાં અમદાવાદ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હાઇકોર્ટની ટકોર, પ્રશાસનની કામગીરી
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દબાણો અને વધુ પડતા ટ્રાફિકના કારણે સમસ્યા દિવસે અને દિવસે વધતી જાય છે અને આ બાબતને લઈને હાઇકોર્ટ દ્વારા વારંવાર પ્રશાસનને ટકોર કરવામાં આવતી હોય છે. જેને લઈને તંત્ર દ્વારા સફાળે જાગીને કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. જે રીતે અગાઉ ગોમતીપુરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરી રોડ ખુલ્લા કરવામાં આવ્યા હતા. તે જ રીતે હવે પશ્ચિમ વિસ્તારમાં પણ નવરંગપુરાના ગુલબાઈ ટેકરા તરફ જવાના રોડ પાસે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અડધો રોડ દબાણના કારણે રોકાઈ ગયો હતો
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ જવાના રસ્તે મોટાપાયે દબાણ થઈ ગયા હતા. જેમાં 100 મીટરના અંદાજે 24 મીટર જેટલો પહોળો રોડ પર અડધો રોડ દબાણના કારણે રોકાઈ ગયો હતો. તાડપત્રીથી બાંધેલા ઝૂંપડા અને અન્ય દબાણના કારણે ત્યાંથી વાહનો પસાર થવામાં અવારનવાર તકલીફોનો સામનો સામાન્ય જનતાને કરવો પડતો હતો. પરંતુ હવે ફરીથી આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ ન થાય તેવું નક્કર આયોજન કોર્પોરેશન કરશે તેવું લોકો માંગણી કરી રહ્યા છે.

2થી વધુ JCB ખડકી દેવાઈ
અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા ટીપી રોડને ખુલ્લા કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની તમામ ટીમો દ્વારા બેથી વધુ જેસીબી અને 10 જેટલા નાના મોટા વાહનો સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button