અમદાવાદઃ 35 વર્ષથી 53 જેટલા ગુનાઓથી શહેરમાં તરખાટ મચાવનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ધરબી પાડ્યો


28 ફેબ્રુઆરી 2025 અમદાવાદ: 1983થી 2008 સુધી અમદાવાદ શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં 53 જેટલા ગુનાઓનો રેકોર્ડ બનાવનાર તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સોનાની ચેન સ્નેચિંગ કરી તરખાટ મચાવનાર રીઢો ગુનેગાર 35 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો અને અલગ અલગ જગ્યાએ ભાગતો ફરતો હતો જેને સુરેન્દ્રનગર ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરબી લેવામાં આવ્યો છે.
સતત 35 વર્ષ સુધી શહેરમાં તરખાટ મચાવનાર ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચ ACP ભરત પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર જેવા કે ઓઢવ, ગોમતીપુર, વટવા, એલિસબ્રિજ, વેજલપુર, કારંજ, સેટેલાઈટ, અમરાઈવાડી, મણીનગર, શાહીબાગ, નારણપુરા, આસ્ટોડિયા, કાગડાપીઠ, નરોડા અને રામોલમાં 53 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેઓ આરોપી જેણે અમદાવાદ શહેરમા સને 1983થી 2008 સુધી એટલે કે સતત 35 વર્ષ સુધી તરખાટ મચાવ્યો હતો. તેવો આરોપી જેનું નામ છે અશોક ઉર્ફે ડાયાભાઈ ઉર્ફે ટેણીયો કમાભાઈ ઠાકોર. જેની હાલ ઓઢવ પોલીસ સ્ટેશનનાં ચેન સ્નેચીગનાં ગુનામાં સુરેન્દ્રનગરથી ધરપકડ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યો છે.
59 વર્ષનો આરોપી 35 વર્ષ પછી ઝડપાયો
એસીપી ભરત પટેલને HD ન્યૂઝના રિપોર્ટર દ્વારા સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે 53 ગુનાઓમાંથી બાકીના 51 ગુનાઓમાં તેની ધરપકડ થઈ હતી આ બે ગુનાઓમાં તેની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. આરોપીની ઉંમર 59 વર્ષ છે અને તે હાલ સુરેન્દ્રનગરમાં રહે છે જે મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાનો છે. ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચેન સ્નેચીગનો ગુનો 16/6/1991માં નોંધાયો હતો જેમાં સવારે 6:30 વાગ્યે ઓઢવ ભિક્ષુક ગૃહ રોડ તરફ જવાના ઉપર એક સ્કૂટર ઉપર 3 અજાણ્યા ઈ સમયે ફરિયાદીની નજીક સ્કૂટર લાવી ચાલતા ચાલતા જતા ફરિયાદી બહેનના ગળામાંથી સોનાની ચેન ખેંચી લીધી હતી. જેમાં 1991ની સાલમાં તેનો સહ આરોપી પપ્પુ ઉર્ફે પપૈયો રામસેવક શર્મા પકડાઈ ગયો હતો. જેણે અશોક કમાભાઈ ઠાકોરનું નામ આપ્યું હતું.