ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : મંત્રી ઋષિકેશ પટેલનો હિતકારી નિર્ણય, આ કર્મચારીઓને થશે લાભ

Text To Speech
  • અગાઉ કર્મચારીઓને પ્રતિમાસ રૂ. ૩૦૦ મેડિકલ અલાઉન્સ અપાતુ
  • કર્મચારીઓને પ્રતિમાસ રૂ.૧૦૦૦નું તબીબી ભથ્થું મળવાપાત્ર થશે
  • આ નિર્ણયથી કુલ ૪૯૦૮ કર્મચારીઓને લાભ થશે

ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં ગુજરાત સરકાર દ્વારા રૂ.૭૦૦ નો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં રાજ્યના કુલ ૪૯૦૮ કર્મચારીઓને લાભ મળશે.

કર્મચારીઓને પ્રતિમાસ રૂ.૧૦૦૦નું તબીબી ભથ્થું મળવાપાત્ર થશે

તારીખ ૦૧/૦૪/૨૦૨૫ થી અમલ થનાર આ ઠરાવના પરિણામે આ તમામ કર્મચારીઓને પ્રતિમાસ રૂ.૧૦૦૦નું તબીબી ભથ્થું મળવાપાત્ર થશે. રાજ્યની બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓ માટે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલનો હિતકારી નિર્ણય છે. તારીખ ૧-૦૪-૨૦૨૫થી ઠરાવ અમલી બનશે.

અગાઉ તમામ કર્મચારીઓને પ્રતિમાસ રૂ. ૩૦૦ લેખે મેડિકલ અલાઉન્સ આપવામાં આવતું

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યની બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની બિન અનુદાનિત કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂપિયા ૭૦૦નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ તમામ કર્મચારીઓને પ્રતિમાસ રૂ. ૩૦૦ લેખે મેડિકલ અલાઉન્સ આપવામાં આવતું હતું. આ નિર્ણય બાદ તારીખ ૧-૦૪-૨૦૨૫ ના ઠરાવથી પ્રતિમાસ કુલ રૂપિયા ૧૦૦૦નું મેડિકલ ભથ્થું મળવાપાત્ર બનશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી શૈક્ષણિક ૩૭૦૩ અને બિનશૈક્ષણિક ૧૨૦૫ મળીને કુલ ૪૯૦૮ કર્મચારીઓને લાભ થશે.

આ પણ વાંચો : અમદાવાદનું ખાણી-પીણી માટેનું વર્ષો જૂનુ માર્કેટ માણેકચોક આગામી સમયમાં થશે બંધ!

Back to top button