ગુજરાતટ્રેન્ડિંગ

જામનગર: PSI કાયદાનું ભાન ભૂલ્યા, ફેસબુક પેઝ પર પોસ્ટ મુકતા ચકચાર

Text To Speech
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુકમાં દારૂની બોટલ સાથે સ્ટોરી અપલોડ કરી
  • જામનગરના પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ
  • પી.એસ.આઇએ પોતે આ પોસ્ટ મૂકી ન હોવાનું જણાવ્યું

જામનગરના દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ વસંત ગામેતી કાયદાનું ભાન ભૂલ્યા છે, અને પોતાના ફેસબુક પેઝ પર મુકેલી પોસ્ટમાં દારૂની બોટલ દર્શાવીને તેની સાથેનો એક ફિલ્મી ગીતનો વીડિયો વાયરલ થયો હતો. જે પોસ્ટની સ્ટોરીને લઈને પોલીસબેડામાં ભારે હડકંપ મચી ગયો છે, અને સમગ્ર મામલામાં જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુકમાં દારૂની બોટલ સાથે સ્ટોરી અપલોડ કરી

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની દરબારગઢ ચોકીના પી.એસ.આઈ. વી.આર.ગામેતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુકમાં દારૂની બોટલ સાથે સ્ટોરી અપલોડ કરી હતી. આ સ્ટોરીમાં તેમણે “જીના હૈ તો હસકે જીઓ, જીવન મેં એક પલ ભી રોના ના” એવું ગીત પણ મૂક્યું હતું. જોકે થોડીવાર બાદ તેમણે આ સ્ટોરી ડીલિટ કરી દીધી હતી. પરંતુ આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને જામનગરના પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ છે.

પોતે આ પોસ્ટ મૂકી ન હોવાનું જણાવ્યું

આ અંગે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાની મને જાણ નથી, પરંતુ આ મામલે હું તપાસ કરાવી લઉ છું. જો આ તપાસમાં તથ્ય જણાશે તો પીએસઆઇ વસંત ગામેતી સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે, તેમ જાણવા મળી રહ્યું છે. ઉપરાંત આ મામલે પી.એસ.આઇ વસંત ગામેતીનો સંપર્ક કરવામાં આવતાં તેમણે પોતે આ પોસ્ટ મૂકી ન હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદનું ખાણી-પીણી માટેનું વર્ષો જૂનુ માર્કેટ માણેકચોક આગામી સમયમાં થશે બંધ!

Back to top button