ટ્રમ્પ ફેક્ટરથી ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં ભારે ઘટાડો

ન્યુયોર્ક તા. 28 ફેબ્રુ.: ટ્રમ્પ ફેક્ટરથી ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં સપ્તાહના અંતમાં ભારે ઘટાડો થયો છે અને નજીકના ભાવિષ્યમાં રિબાઉન્ડ થવાની આશા સેવાતી નથી. કેટલીક મોટી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રમ્પની જીત બાદ સુધારો ધોવાયો હતો. કેટલાક એનાલિસ્ટોના અનુસાર માર્કેટ થોડા સમય માટે ઘટ્યા મથાળે રહે તે મનાય છે કેમ કે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અને ક્રિપ્ટો તરફી રેગ્યુલેટર્સને ટ્રમ્પ વહીવટીતંત્રથી દૂર કરવાની વિચારણા કરવામાં આવતી હોવાનું મનાતુ હતું.
સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં તેના 20 જાન્યુઆરીના સર્વોચ્ચ મથાળાથી 21 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ક્રિપ્ટો પર પણ ટેરિફના ભયને કારણે સ્પેક્યુલેટીવ મિલકતોના સંદર્ભમાં તેની માંગમાં ઓટ આવી છે. તેની સાથે અન્ય ક્રિપ્ટો કરન્સીઓ પણ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 40 ટકા જેટલી ઘટી ગઇ છે.
એટલુ જ નહી ટ્રમ્પના પોતોના મેમે કોઇન કે જે તેમણે લોન્ચ કર્યા હતા તેમાં હિત સંઘર્ષને કારણે જાન્યુઆરીના ઊંચા સ્તરથી હાલમાં 80 ટકા જેટલા ઘટી ગયા છે એમ કોઇનમાર્કેટકેપનો ડેટા દર્શાવે છે.
અમેરિીક પ્રમુખે પોતાની કેમ્પેન દરમિયાન ક્રિપ્ટો તરફી પગલાં લેવાશે તેવું વચન આપ્યુ હતું તેથી તેને ક્રિપ્ટો પ્રેસીડન્ટ પણ કહેવામાં આવી હતી. તેમમે રાષ્ટ્રીય બિટકોઇન પુરવઠો સ્થાપવાની પણ જાહેરાત કરી હતી તેની સાથે રેગ્યુલેશન્સમાં પણ ફેરફાર કરવાનું પણ કહ્યુ હતું.
ઉપરાંત ટ્રમ્પના શાસનકાળ હેઠળ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ કમિશને વિવિધ ક્રિપ્ટો કંપનીઓ સામેની તપાસ પાછી ખેંચી હતી અને અમેરિકામાં સૌથી મોટી ક્રિપ્ટો એક્સચેંજ કોઇનબેઝ સામે દાવો પડતો મુક્યો હતો. પરંતુ તે પગલાંઓની ક્રિપ્ટોની કિંમતો પર ઓછી અસર થઇ હતી અને કેટલાક ઉદ્યોગ એનાલિસ્ટો ટ્રમ્પ આ બાબતે ફરી ગયા હોય તેમ માની રહ્યા છે.
પોતાના કાર્યકાળના પહેલા સપ્તાહ દરમિયાન એક એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં, ટ્રમ્પે નવા ડિજિટલ એસેટ રેગ્યુલેશન્સ પ્રસ્તાવિત કરવા અને રાષ્ટ્રીય ક્રિપ્ટો સ્ટોકપાઇલ બનાવવા માટે કામ સોંપવામાં આવેલા ક્રિપ્ટોકરન્સી વર્કિંગ ગ્રુપની રચના કરવાનો આદેશ આપ્યો હતો, જેનાથી કેટલાક રોકાણકારો નિરાશ થયા હતા, જેમણે આશા રાખી હતી કે તેઓ યુ.એસ.ને બિટકોઇન ખરીદવાનું શરૂ કરવા માટે સૂચના આપશે.
એસેટ મેનેજર કોઈનશેર્સના રિસર્ચ હેડ જેમ્સ બટરફિલે જણાવ્યું હતું કે, “બજાર તેનાથી નિરાશ છે.” તેમણે ઉમેર્યું હતું કે, વધુ કઠોર નાણાકીય નીતિ અને ટ્રમ્પના ટેરિફના ભયથી ક્રિપ્ટોના ભાવ પણ વિપરીત અસરનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી