3000 વર્ષ જૂનું સોનાનું શહેર, રણમાં દટાયેલા ખજાનાના રહસ્યો ખૂલ્યાં

HD ન્યુઝ ડેસ્ક : પુરાતત્વવિદો આખી દુનિયામાં હજારો વર્ષો જૂની વસ્તુઓ શોધી કાઢે છે, પરંતુ આ વખતે ઇજિપ્તમાં પુરાતત્વવિદોની ટીમે કંઈક અદ્ભુત કર્યું છે. તેઓએ ઇજિપ્તમાં 3000 વર્ષ જૂનું સોનાનું શહેર શોધી કાઢ્યું છે, જ્યાં સોનાનું ખાણકામ થતું હતું.
આ 3000 વર્ષ જૂના ઇજિપ્તીયન શહેરને શોધવા માટે ઘણા વર્ષોથી ખોદકામ ચાલી રહ્યું હતું અને તે વર્ષ 2021માં મળી આવ્યું હતું, જેને સોનાનું ખોવાયેલ શહેર કહેવામાં આવે છે. લાલ સાગર પર માર્સા આલમના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત, જબલ સુકરીનું સ્થળ 1000 બીસી પૂર્વે એક ઔદ્યોગિક પાવરહાઉસ હતું. પુરાતત્વવિદોની નવી રિસર્ચમાં એ પુષ્ટિ થઈ છે કે આ જગ્યાએ સોનાની ખાણકામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ક્વાર્ટઝની નસોમાંથી સોનું કાઢવા માટે ડિઝાઈન કરેલા સ્ટ્રક્ચર મળી આવ્યા છે.
ઇજિપ્તની એન્ટિક્વિટીઝની સુપ્રીમ કાઉન્સિલિંગના જનરલ સેક્રેટરી ડૉ. મોહમ્મદ ઇસ્માઇલ ખાલિદના જણાવ્યા અનુસાર, આ શોધ અત્યાર સુધીની સૌથી મોટી પુરાતત્વીય શોધોમાંની એક છે, જ્યાં ખોદકામ પછી જાણવા મળ્યું કે આ સ્થાન પર સોનાની પ્રોસેસિંગ સાઈટ હતી, જેમાં સોનું પીસવામાં આવતું, કચડી નાખવામાં આવતું, ફિલ્ટરેશન બેસિન અને સોનું ઓગળવામાં આવતું હતું. ઇજિપ્તમાં આ સ્થળની શોધ થયા બાદ અહીં માટીની ભઠ્ઠીઓ પણ મળી આવી છે, એ વાત સામે આવી છે કે પ્રાચીન સમયમાં સોનાના વેપારમાં આ સ્થળની મહત્ત્વની ભૂમિકા હતી.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
ઇજિપ્તની આ જગ્યા પર ટોલેમિક સિક્કા પણ મળી આવ્યા છે. આ સિક્કાઓ શોધી કાઢ્યા બાદ અંદાજ આવ્યો કે આ ભઠ્ઠી ઘણા સમયથી સક્રિય હતી. આ શોધ પછી, ઇજિપ્તના પ્રવાસન અને પ્રાચીન વસ્તુઓ પ્રધાન શેરિફ ફાથીએ કહ્યું કે આ શોધ ઇજિપ્તના પ્રાચીન ખનિજોનું એન્જિનિયરિંગ દર્શાવે છે, જે રણમાં સોનું કાઢવા માટે બનાવવામાં આવ્યું હતું.
ડૉ. મોહમ્મદ ખાલિદે એમ પણ કહ્યું કે આ સ્થળ પર સોનાને પીસવાની અને પીગળાવાની તકનીકો એ દર્શાવે છે કે તે સમયે પણ ઇજિપ્તવાસીઓ પાસે સોનાને ક્વાર્ટઝથી અલગ કરવાની તકનીક હતી. સોનું ઓગળવા માટે વપરાતી ભઠ્ઠી બતાવે છે કે આ સ્થાન માત્ર સોનાની ખાણકામ માટે જ નહોતું પણ તે એક સક્રિય પ્રોસેસિંગ સાઈટ પણ હતી.
આ પણ વાંચો : પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદા: 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા