અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટીહેલ્થ

અમદાવાદમાં રૂ. 3000 કરોડના ખર્ચે વિવિધ હોસ્પિટલો આકાર લેશે, બેડની સંખ્યા વધશે

Text To Speech

અમદાવાદ, 28 ફેબ્રુઆરી, 2025: અમદાવાદમાં મોટા કદની હોસ્પિટલો આકાર લઇ રહી છે. જેના કારણે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આગામી 5થી 6 વર્ષમાં રૂ. 2000થી 3000 કરોડનું રોકાણ થશે તેવી શક્યતા સેવાય છે. જેના પરિણામે બેડની સંખ્યા પણ વધશે. નોંધનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ ભારતમાં જીવનશૈલીને લગતા રોગોના બોજમાં વધારો થઇ રહ્યો હોવાની ચેતવણી ઉચ્ચારી છે.

આ ક્ષેત્રે મોટા ખેલાડી જોઇએ તો અદાણી ગ્રુપ અમદાવાદ અને મુંબઇમાં 2000 બેડની હોસ્પિટલની સ્થાપના કરી રહી છે જેમાંથી અમદાવાદમાં 1000 બેડની હોસ્પિટલ બનશે. ત્યારે ઝાયડસ ગ્રુપ દ્વારા પૂર્વ અમદાવાદમાં 300 બેડની મલ્ટી સ્પેસિયાલિટી હોસ્પિટલ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ હોસ્પિટલ શહેરના ઘોડાસર વિસ્તારમાં બનશે. ડબ્લ્યુએચઓના અનુસાર ભારતમાંચેપી રોગો કરતા હવે જીવનશૈલીને લગતા રોગો વધી ગયા છે. સૂત્રોએ ઉમેર્યુ હતુ કે કાર્ડીયોલોજી, કેન્સર, ન્યૂરોલોજી જેવા જીવનશૈલીને લગતા રોગો માટેની સેવાની તાતી જરૂર છે.

તબીબી નિષ્ણાતોના અનુસાર અમદાવાદમાં આગામી પાંચેક વર્ષમાં 3000 બેડવાળી હોસ્પિટલો ઉભરી આવશે, જે હાલની ક્ષમતામાં બમણો વધારો કરશે. કરોડો રૂપિયાના રોકાણ દ્વારા નાના અને મોટા ફેરમેટનું આ વિસ્તરણ હાથ ધરાશે.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સીંગ હોમ્સ એસોસિયેશન (આહના)ના ડોકટર્સના અનુસાર પાછલા વર્ષે શહેરમાં 25 બેડથી વધુની નવી ખાનગી હોસ્પિટલો ખુલી છે. આહનામાં નોંધાયેલી 1100-1200 જેટલી હોસ્પિટલોમાંથી 70 ટકા જેટલી 15 બેડથી ઓછી છે, 5 ટકા 50થી 100ની વચ્ચેની અને ફક્ત 13 હોસ્પિટલો જ 100ત બેડથી વધુની છે.

આ સાથે ટ્રસ્ટની હોસ્પિટલ એવી જીવરાજ મહેતા હોસ્પિટલે બેડની સંખ્યા પહેલા 127 હતી તે વધારીને 225 બેડની કરી છે. વિસ્તરિત સવલત આધુનિક સવલતોથી સજ્જ છે, તેમજ AI આધારિત ઇક્વીપમેન્ટ અને પૂર્ણકાલીન નિષ્ણાતો વિવિદ વિભાગોમાં છે જેમાં ગાયનેકોલોજી, ન્યૂરોલોજી, ઓન્કોલોજી, કાર્ડીયોલોજી અને પીડિયાટ્રિક્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ  આગ્રામાં અતુલ સુભાષ જેવો સુસાઈડ કેસ, TCS મેનેજરે રડતા-રડતા ફાંસી લગાવી

Back to top button