ગુજરાત: PM Modi જામનગર આવશે, જાણો શું છે કાર્યક્રમ


- PM Modi આગામી 1-2 માર્ચે ગુજરાતના પ્રવાસે આવાના છે
- PM નરેન્દ્ર મોદી બનશે જામનગરના મહેમાન
- તડામાર તૈયારીઓ શરૂ, વનતારાની લઈ શકે છે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 1-2 માર્ચે ગુજરાતના પ્રવાસે આવાના છે, ત્યારે જામનગર જિલ્લાની મુલાકાત લેવાના હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 માર્ચની રાત્રીએ જામનગરના સર્કિટ હાઉસમાં રોકાણ કરે તેવી શક્યતા છે.
750થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાત કરવાની કામગીરી શરૂ
વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. જ્યારે 750થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાત કરવાની કામગીરી શરૂ છે. વડાપ્રધાન જામનગર ખાતે વનતારામાં મુલાકાતમાં લઈ શકે છે. 1 માર્ચના રોજ વડાપ્રધાન જામનગર જિલ્લાની મુલાકાત લેશે. જેમાં જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરે તેવી સંભાવના છે. જો કે, વડાપ્રધાનના જામનગરના પ્રવાસને લઈને હજુ સુધી સંપૂર્ણ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ નથી.
લાલ બંગલા સુધીના રૂટ પર બેરીકેટિંગ સહિતની કામગીરીને લઈને તંત્ર તૈયારીમાં
જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીની રાહબર હેઠળ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જામનગરના એરપોર્ટથી છેક લાલ બંગલા-સર્કિટ હાઉસ સુધી કોરીડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે એરપોર્ટથી જામનગરના લાલ બંગલા સુધીના રૂટ પર બેરીકેટિંગ સહિતની કામગીરીને લઈને તંત્ર તૈયારીમાં છે.
આ પણ વાંચો: 6606 કરોડ રૂપિયાના ગેઈન બિટકોઇન કૌભાંડમાં ગુજરાતી રોકાણકારોની સંડોવણી