ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: AMC એ 10 વર્ષમાં સિક્યુરિટી પાછળ કર્યો કરોડોનો ખર્ચ, આંકડો જાણી દંગ રહેશો

Text To Speech
  • બાર એજન્સીઓ ૧૮૫૧ જેટલા સિકયુરીટી ગાર્ડસ પુરા પાડે છે
  • બિલોમાં એકપણ ગેરરીતી નહીં જણાતા કોઈને બ્લેક લિસ્ટ કરાઈ નથી
  • એજન્સીઓને કરવામા આવેલી પેનલ્ટીની માહિતી છુપાવાઇ છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વિવિધ બિલ્ડિંગમાં સુરક્ષા અને સલામતીના નામે તંત્રે દસ વર્ષમાં સિકયુરીટી ગાર્ડ અને બાઉન્સર પાછળ રુપિયા ૨૪૪.૮૪ કરોડનો ખર્ચ કર્યો છે.

બાર એજન્સીઓ ૧૮૫૧ જેટલા સિકયુરીટી ગાર્ડસ પુરા પાડે છે

બાર એજન્સીઓ ૧૮૫૧ જેટલા સિકયુરીટી ગાર્ડસ પુરા પાડે છે. એજન્સીઓ તરફથી મુકાયેલા બિલોમાં પોઈન્ટ વાઈસ ચકાસણી કરાતા ગેરરીતી જોવા ના મળતા એકપણ એજન્સીને બ્લેકલિસ્ટ નહીં કરાઈ હોવાનો મ્યુનિ.તંત્ર તરફથી દાવો કરાયો છે. હકીકત એ છે કે, તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે ટેન્ડરની શરત મુજબ વિવિધ ગાર્ડનમાં સિકયુરીટી ગાર્ડ મુકાતા નહીં હોવાથી બાર એજન્સીઓને ૬૭ લાખથી વધુની રકમની પેનલ્ટી કરી હતી જે વિગત તંત્રે છુપાવી છે.

ખર્ચ અને એજન્સીઓને કરવામા આવેલી પેનલ્ટીની માહિતી માંગી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ, ઝોન ઓફિસ ઉપરાંત વિવિધ હોસ્પિટલ તથા ગાર્ડન સહીતની જગ્યાઓમાં બાર એજન્સીઓ પાસેથી સિકયુરીટી ગાર્ડસ અને બાઉન્સર સુરક્ષા અને સલામતી માટે મ્યુનિ.ની સેન્ટ્રલ ઓફિસ તરફથી ટેન્ડર કરી મંગાવવામાં આવતા હોય છે. બજેટ સત્ર દરમિયાન વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે દસ વર્ષમાં સિકયુરીટી અને બાઉન્સર મ્યુનિ.હસ્તકના વિવિધ બિલ્ડિંગોમાં મુકવા પાછળ તંત્ર તરફથી કરવામાં આવેલા ખર્ચ અને એજન્સીઓને કરવામા આવેલી પેનલ્ટીની માહીતી માંગી હતી.

બિલોમાં એકપણ ગેરરીતી નહીં જણાતા કોઈને બ્લેક લિસ્ટ કરાઈ નથી

સિકયુરીટી ગાર્ડ અને બાઉન્સર મુકવા માટે એજન્સીઓને ચૂકવાયેલી રકમની વિગત તો અપાઈ. પરંતુ સેન્ટ્રલ ઓફિસની સિકયુરીટી બ્રાંચ તરફથી એવો દાવો કરાયો છે કે વર્ષ-૨૦૧૫થી ૨૦૨૪ સુધીના સમયમાં બાર એજન્સીઓએ રજૂ કરેલા બિલોમાં એકપણ ગેરરીતી નહીં જણાતા કોઈને બ્લેક લિસ્ટ કરાઈ નથી. પરંતુ કઈ એજન્સીને ટેન્ડરની શરત મુજબ સિકયુરીટી ગાર્ડ નહીં મુકવા બદલ કેટલી રકમની પેનલ્ટી કરાઈ એ વિગત ઉપર ઢાંકપિછોડો કરાયો છે.

આ પણ વાંચો: 6606 કરોડ રૂપિયાના ગેઈન બિટકોઇન કૌભાંડમાં ગુજરાતી રોકાણકારોની સંડોવણી

Back to top button