ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

પોરબંદરમાં સોશિયલ મીડિયામાં પોલીસ મહા આંદોલન અંગે પોસ્ટ કરતા પોલીસ કર્મી સામે ફરીયાદ નોંધાઈ

Text To Speech

હાલમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે. ત્યારે હવે પોલીસને લઈને ફરી રાજકારણ જામ્યું છે. તો બીજી તરફ હવે પોલીસ આંદોલનની આગ લગાવતા હવે પોલીસ કર્મી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોરબંદરના પોલીસ કર્મચારી દ્રારા સોશિયલ મીડીયા પર પોસ્ટ કરવા બદલ ગુનો દાખલ કરવામા આવ્યો છે. વોટ્સએપમાં પોલીસ મહા આંદોલન અંગે પોસ્ટ કરતા પોલીસ કર્મચારી વિરૂધ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એલ.આહિરે ફરિયાદ નોંધાવી છે.

POLICE

પોલીસ ફરીયાદ મુજબ પોરબંદર હેડક્વાટર્સ ખાતે એમટી વિભાગમા ફરજ બજાવતા નરેન્દ્રસિંહ કોયસિંહ પરમાર બ.ન.36 નામના પોલીસ કર્મચારીએ 12/08/2022ના 08 વાગ્યા પહેલા કોઇ પણ વખતે પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ફરજ દરમ્યાન સોશ્યલ મીડીયા પર પોસ્ટ કરતા જણાઈ આવેલ. જે અંગે પોલીસે ફરીયાદ દાખલ કરી છે કે આ કામના આરોપી નરેન્દ્રસિંહ પરમારે વોટ્સએપ પોલીસ મહા આંદોલન 21માં ઉશ્કેરાટ થાય તેવી પોસ્ટ કરી હતી. ઇરાદાપૂર્વક ઉશ્કેરણી કરી શિસ્તબધ્ધ પોલીસ ખાતાના કર્મચારીઓને શિસ્તભંગ કરવા પ્રેરીત કરી પોલીસ દળમાં અસંતોષ ઉભો થાય તેવી ગેરકાયદેસર પ્રવૃતી કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : શું મહારાષ્ટ્રમાં નવનિર્મિત શિંદે સરકારમાં જ પડશે ભંગાણ? ફરી થવા લાગ્યા લોચા

ઘટનાને લઈને કમલાબાગ પોલીસે આરોપી પોલીસ કર્મચારી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામા આવ્યો છે. જેમા ધ પોલીસ (ઇનસાઇટમન્ટ ટુ ડીસઅફેક્શન) એકટ સને.1922ની કલમ 3 તથા પોલીસ ફોર્સ (રીસ્ટ્રીક્શન ઓફ રાઇટ્સ) એકટ 1966ની કલમ 3(I) (c) તથા કલમ4 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એચ.બી.ધાંધલ્યા ચલાવી રહ્યાં છે.

Back to top button