ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

દેશી ઘીમાં પરાઠા શેકતા હો તો ન કરતા ભૂલ, શરીર બની શકે છે બીમાર

  • લોકોને ઘણીવાર લાગે છે કે તેલને બદલે ઘીમાં પરાઠા બનાવવા વધુ હેલ્ધી છે, તેથી તેઓ હેલ્થની ચિંતા કર્યા વિના ખૂબ આનંદથી પરાઠા ખાય છે

HD ન્યુઝ ડેસ્કઃ ગરમા ગરમ પરાઠા ખાવા કોને ન ગમે? ખાસ કરીને બ્રેકફાસ્ટમાં કે પછી હાઈ ટીમાં પરાઠા મળી જાય તો મોજ પડી જતી હોય છે. દરેક લોકોને સ્ટફવાળા પરાઠા કે લચ્છા પરાઠા કે પછી સાદા પરાઠા ખાવા ગમતા હોય છે. તેને ખાધા પછી મન ખુશ થઈ જાય છે. મોટાભાગના ઘરોમાં પરાઠા બનાવવા માટે ઘણું બધું દેશી ઘી વપરાય છે. લોકોને ઘણીવાર લાગે છે કે તેલને બદલે ઘીમાં પરાઠા બનાવવા વધુ હેલ્ધી છે, તેથી તેઓ હેલ્થની ચિંતા કર્યા વિના ખૂબ આનંદથી પરાઠા ખાય છે. જોકે, મોટાભાગના લોકો પરાઠા બનાવતી વખતે કેટલીક ભૂલો કરે છે, જે ગંભીર રોગોનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે કઈ ભૂલો ટાળવી જોઈએ અને પરાઠા બનાવવાનો સાચો અને હેલ્ધી રસ્તો કયો છે.

દેશી ઘીમાં પરાઠા શેકતા હો તો ન કરતા ભૂલ, શરીર બની શકે છે બીમાર hum dekhenge news

શું તમે પણ આ ભૂલ કરો છો?

પરાઠા બનાવતી વખતે, મોટાભાગના લોકો તેની બંને બાજુ ઘણું દેશી ઘી લગાવે છે અને તેને ગરમ તવા પર શેકે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે આ પદ્ધતિ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. હકીકતમાં જ્યારે દેશી ઘી ખૂબ જ ઝડપથી ગરમ થાય છે અને તેનો સ્મોક પોઈન્ટ (લગભગ 250° સેલ્સિયસ) સુધી પહોંચે છે, ત્યારે તે તૂટવા લાગે છે. આ સમય દરમિયાન તેમાંથી ખતરનાક ફ્રી રેડિકલ્સ અને ‘એક્રોલિન’ જેવા કેટલાક ટોક્સિક કમ્પાઉન્ડ નીકળે છે. આ સંયોજનો શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને બળતરા પેદા કરે છે, જે ડાયાબિટીસ અને હૃદય રોગ જેવા ગંભીર રોગોનું જોખમ વધારે છે. આ ઉપરાંત પરાઠા બનાવતી વખતે વધુ પડતું ઘી વાપરવાથી કોલેસ્ટ્રોલ અને વજન વધવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

જાણો શું છે પરાઠા બનાવવાની યોગ્ય રીત

આરોગ્ય નિષ્ણાતોના મતે પરાઠા બનાવતી વખતે ઘીનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. આ પછી જ્યારે પરાઠા સારી રીતે રંધાઈ જાય, ત્યારે ઉપર થોડું ઘી ઉમેરો અને તેને પરાઠા પર કુદરતી રીતે ઓગળવા દો. આ રીતે દેશી ઘી વધુ ગરમીના સંપર્કમાં આવશે નહીં અને બળશે પણ નહિ. આ રીતે પરાઠા ખાવાથી તમને દેશી ઘીના ફાયદા મળશે અને તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થશે નહીં. નિષ્ણાતોના મતે, ઘી હંમેશા રાંધ્યા પછી ઉમેરવું જોઈએ, આનાથી ઘીનું પોષણ સ્તર જળવાઈ રહે છે.

આ પણ વાંચોઃ ભોલેનાથનું ‘દિવ્ય અને ભવ્ય’ સ્વરૂપ, ગૌતમ અદાણીએ શેર કર્યો વીડિયો

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button