15 ઓગસ્ટટોપ ન્યૂઝ

તિરંગો ફરકાવતા પહેલા આ વાતોનું રાખજો ધ્યાન, જાણો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા જરૂરી નિયમ

Text To Speech

ભારતની આઝાદીના 75મા વર્ષ પહેલા, વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતાના અમૃત પર્વ અંતર્ગત હર ઘર ત્રિરંગા અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન આજથી શરૂ થયું છે અને સોમવાર એટલે કે 15 ઓગસ્ટ સુધી ચાલશે. આ અભિયાન હેઠળ પીએમ મોદીએ લોકોને વિનંતી કરી છે કે તેઓ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે તેમના ઘરે તિરંગો લહેરાવે. આવી સ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમોને જાણવું પણ જરૂરી છે.

ભારતીય ધ્વજ સંહિતા અનુસાર, તિરંગાની ગરિમા અને સન્માનનો અનાદર કર્યા વિના તમામ પ્રસંગોએ તમામ સ્થળોએ તિરંગો લહેરાવી શકાય છે. કોડ જણાવે છે કે ધ્વજ કોઈપણ આકારનો હોઈ શકે છે, પરંતુ તેની લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર લંબચોરસ આકારમાં 3:2 હોવો જોઈએ. ભારતીય ધ્વજ સંહિતાના અનુસાર, અગાઉ રાષ્ટ્રધ્વજ સૂર્યાસ્ત પછી જ ફરકાવવો જોઈએ, પરંતુ હવે આ નિયમ રદ કરવામાં આવ્યો છે. તિરંગો હવે દેશના કોઈપણ વ્યક્તિના ઘરે દિવસના કોઈપણ સમયે, 24 કલાક પ્રદર્શિત કરી શકાશે.

તિરંગો ફરકાવતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે તિરંગો દિવસ-રાત ફરકાવી શકાય છે. જો કે, રાષ્ટ્રધ્વજ ફરકાવનાર વ્યક્તિએ એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ધ્વજ ઊંધો ન ફરકાવવામાં આવે, એટલે કે ધ્વજનો કેસરીયો ભાગ ઉપર રહેવો જોઈએ. ઉપરાંત તમે જે ધ્વજ ફરકાવો છો તેમાં ક્ષતિગ્રસ્ત તિરંગો દર્શાવવો જોઈએ નહીં અને તે જમીન અથવા પાણીને સ્પર્શવો જોઈએ નહીં. રાષ્ટ્રધ્વજને કોઈપણ રીતે નુકસાન ન થવું જોઈએ.

રાષ્ટ્રધ્વજને નુકસાન થાય તો શું કરવું?

જો રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે તો તેની ગરિમાને ઠેસ ન પહોંચે તે રીતે તેનો નિકાલ કરવો જોઈએ. ભારતીય ધ્વજ સંહિતા સૂચવે છે કે તેને બાળીને સંપૂર્ણપણે ખાનગી રીતે નિકાલ કરવો જોઈએ અને જો તે કાગળનો બનેલો હોય તો ખાતરી કરો કે તેને જમીન પર છોડી દેવામાં ન આવે. ક્ષતિગ્રસ્ત થવા પર તિરંગાની ગરિમાને ધ્યાનમાં રાખીને તેનો સંપૂર્ણ ગુપ્તતા સાથે નિકાલ કરવો જોઈએ.

Har-Ghar-Tiranga- Logo File Image
Har-Ghar-Tiranga- Logo File Image

તમામ અવસરોએ ફરકાવી શકાય છે તિરંગો

નાગરિક, ખાનગી સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થા તમામ દિવસો અને પ્રસંગોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. ધ્વજ પ્રદર્શનના સમય પર કોઈ પ્રતિબંધ નથી. સરકારે ભારતીય ધ્વજ સંહિતામાં સંશોધન કર્યું છે જેથી કરીને દિવસ-રાત ખુલ્લામાં અને અલગ-અલગ ઘરો કે ઈમારતોમાં તિરંગો પ્રદર્શિત કરી શકાય. અગાઉ ભારતીયોને માત્ર અમુક પ્રસંગોએ જ તેમનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ હતી, પરંતુ ઉદ્યોગપતિ નવીન જિંદાલ દ્વારા એક દાયકા લાંબી કાનૂની લડાઈ બાદ આ નિયમ બદલાઈ ગયો.

આ પણ વાંચો : શું આ વખતે લાલ કિલ્લા પર બુલેટપ્રૂફ બૉક્સમાં ઉભા રહીને ભાષણ આપશે PM મોદી? ખાસ ફોટો આવ્યા સામે..

23 જાન્યુઆરી, 2004ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં જાહેર કર્યું હતું કે ભારતના બંધારણની કલમ 19(1)(a)ના અર્થમાં ગરિમા અને સન્માન સાથે મુક્તપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો મૂળભૂત અધિકાર છે. ભારતીય ધ્વજ સંહિતાને પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં સંશોધિત કરવામાં આવી હતી. જેમાં કપાસ, ઊન, રેશમ અને ખાદી ઉપરાંત હાથથી કાંતેલા, વણેલા અને મશીનથી બનેલા ધ્વજ બનાવવા માટે પોલિએસ્ટરનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી હતી.

Back to top button