ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

ભોલેનાથનું ‘દિવ્ય અને ભવ્ય’ સ્વરૂપ, ગૌતમ અદાણીએ શેર કર્યો વીડિયો

  • અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના ઘરે ભોલેનાથની પૂજા કરી અને ભોલેનાથના ‘દિવ્ય અને ભવ્ય’ સ્વરૂપની ઝલક આપી

HD ન્યુઝ ડેસ્કઃ મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર બુધવારે દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. ઘરથી લઈને મંદિરોમાં શિવલિંગની પૂજા-અર્ચના કરાઈ. સામાન્ય લોકોથી લઈને પ્રખ્યાત હસ્તીઓ સુધી, દરેક વ્યક્તિએ પોતાની રીતે ભગવાન શિવની પૂજા કરી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના ઘરે ભોલેનાથની પૂજા કરી અને ભોલેનાથના ‘દિવ્ય અને ભવ્ય’ સ્વરૂપની ઝલક આપી.

ગૌતમ અદાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક સ્ટેજ પર મહાદેવની વિશાળ પ્રતિમા જોવા મળી રહી છે. તેની સાથે લાઈટિંગનું અદ્ભુત મિશ્રણ કરવામાં આવ્યું હતું, જે લાઇટ અને સાઉન્ડ શો જેવું દેખાતું હતું. વીડિયોમાં આ સાથે ‘શિવ તાંડવ સ્તોત્રમ’ વાગી રહ્યું છે.

અદાણી ગ્રુપના ચેરમેને વીડિયો સાથે લખ્યું, ‘બલિદાન, તપસ્યા અને તાંડવના સ્વામી ભગવાન શિવની કૃપાથી સમગ્ર બ્રહ્માંડ ગતિશીલ છે.’ આ વિડિઓ દ્વારા હું તમારા બધા સાથે અમારા ઘરમાં શિવ આરાધના દરમિયાન ભોલેનાથનું આ ‘દિવ્ય અને ભવ્ય’ સ્વરૂપ શેર કરી રહ્યો છું. મહાશિવરાત્રીની અનંત શુભકામનાઓ!

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક અવસરો પર ગૌતમ અદાણીના વ્યક્તિત્વનું આધ્યાત્મિક પાસુ સામે આવી ચુક્યું છે. ગૌતમ અદાણીને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે દરેકને જીવનની સફરમાંથી પસાર થવું પડે છે. જ્યારે વ્યક્તિ આટલું સમજી લે છે, ત્યારે જીવન સરળ બની જાય છે.

ગૌતમ અદાણીએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે તેઓ એક સાધારણ પરિવારમાંથી આવે છે અને 10મા ધોરણ પછી જ શહેરમાં આવી ગયા હતા. ત્યારે મને બરાબર બોલતા પણ આવડતું ન હતું, ત્યારે મેં દુનિયા જોઈ નહોતી. તેમણે કહ્યું, ‘જ્યારે હું આંખો બંધ કરીને ધ્યાનમાં બેસું છું, ત્યારે મને મારી જીવનયાત્રા અને હું અહીં સુધી કેવી રીતે પહોંચ્યો તે યાદ આવે છે. કોઈ પારિવારિક બેકગ્રાઉન્ડ નહીં, પૈસા નહીં, યોગ્ય શિક્ષણ નહીં… તો પછી ત્યાં કેવી રીતે પહોંચ્યો? આપણે બધા કઠપૂતળી છીએ… કોઈ તો છે જે આપણને આ કરવા મજબૂર કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ તેલુગુ એક્ટર પોસાની કૃષ્ણ મુરલીની ધરપકડ, પવન કલ્યાણ પર કરી હતી અભદ્ર ટિપ્પણી

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button