ટોપ ન્યૂઝનેશનલ

મમતા બેનર્જીને મોટો ઝટકો, TMCના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે પાર્ટીને કહી દીધું અલવિદા

Text To Speech

મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પવન વર્માએ ટીએમસીને અલવિદા કહી દીધું છે. ગયા વર્ષે જ તેમણે પાર્ટી જૉઈન કરી હતી અને ત્યાર બાદ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પોતાના ટ્વીટમાં પવન વર્માએ લખ્યું, મમતા બેનર્જી જી, ટીએમસીમાંથી મારૂં રાજીનામું સ્વીકાર કરો. હું તમારા સમર્થન અને વિશ્વાસ માટે તમારૂં સ્વાગત કરૂં છું. હું તમારી સાથે રહીશ. શુભકામનાઓ. 5 નવેમ્બર 1953એ જન્મેલા પવન વર્મા લેખક, રાજનેતા હોવા ઉપરાંત આઈએફએસ અધિકારી પણ રહી ચૂક્યા છે. તેમણે રાજદૂત તરીકે ભૂટાન અને સાઈપ્રસમાં પણ પોતાની સેવાઓ આપી છે.

નાગપુરમાં જન્મેલા પવન વર્માએ દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી હિસ્ટ્રીમાં ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ દિલ્હીના ફેકલ્ટી ઑફ લૉમાંથી કાયદાકીય અભ્યાસ કર્યો. 1976માં તેઓ ભારતીય વિદેશ સેવામાં સામેલ થયા. પોતાના કરિયર દરમિયાન તેઓ ભારતના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, આફ્રિકામાં જૉઈન્ટ સેક્રેટરી, સાઈપ્રસમાં ભારતના હાઈ કમિશ્નર, નેહરૂ સેન્ટરના ડાયરેક્ટર, ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદના મહાનિદેશક અને ભૂટાનમાં ભારતના રાજદૂત રહી ચૂક્યા છે.

2012માં નીતીશ સાથે થઈ મુલાકાત3

FILE PHOTO

વર્ષ 2012માં તેમની મુલાકાત દિલ્હીમાં નીતીશ કુમાર સાથે થઈ હતી અને ઓછા સમયમાં બંન્નેની મિત્રતા થઈ ગઈ. ત્યાર બાદ નીતીશે પવન વર્માની પૉલિટિક્સમાં એન્ટ્રી કરાવી દીધી. નીતીશે 2014માં તેમને રાજ્યસભા મોકલ્યા. થોડાક જ સમયમાં તેમનું પાર્ટીમાં કદ મોટું થવા લાગ્યું. કહેવાય છે કે વર્માની સલાહ પર જ જેડીયૂમાં પ્રશાંત કિશોરને સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ જેડીયૂ તરફથી ટીવી ચેનલો પર પણ જોવા મળતા હતા.

FILE PHOTo

ત્યાર બાદ પવન વર્માએ નીતીશને સીએએ અને એનઆરસી પર પાર્ટીની વિચારધારા જણાવવા માટે કહી દીધું. બાદમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ-જેડીયૂ ગઠબંધન પર પણ સવાલ ઉઠાવી દીધા. ત્યાર બાદ નીતીશે વર્માને જેડીયૂમાંથી બહાર કાઢી દીધા. ત્યાર બાદ 23 નવેમ્બર 2021એ તેમણે ટીએમસી જૉઈન કરી અને 19 ડિસેમ્બર 2021એ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા.

આ પણ વાંચો:સ્વતંત્રતા દિવસ પહેલા CM યોગી આદિત્યનાથને મળી બોમ્બની ધમકી, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ

Back to top button