ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આ 4 ટીમોના કપ્તાન માટે માઠા સમાચાર આવશે, જાણો રોહિત શર્મા સાથે શું થશે?

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 ફેબ્રુઆરી 2025: ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહેલી આઠ ટીમોમાંથી અડધી ટીમોનો કપ્તાન માટે આવનારો સમય ખરાબ સાબિત થઈ શકે છે. કારણ કે તેમાંથી ચાર ટીમોના કપ્તાન માટે માઠા સમાચાર આવી શકે છે. તેમને ન ફક્ત કપ્તાનીમાંથી હાથ ધોવાનો વારો આવશે પણ તેમને ટીમમાંથી પણ બહાર થવું પડશે. તેમાં ભારતીય કપ્તાન રોહિત શર્માથી લઈને પાકિસ્તાનના કપ્તાન મોહમ્મદ રિઝવાન સુધીના કપ્તાનના નામ આવી રહ્યા છે. આવો જાણીએ શું છે તેની પાછળના કારણો…
મોહમ્મદ રિઝવાન
પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ચુકી છે. તેનું પ્રદર્શન ન ટ્રાઈ સીરિઝમાં શાનદાર રહ્યું, ન ચેમ્પિયન્સ ટ્રોફીમાં. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડ અને ભારતમાં સતત બે મેચ હાર્યા બાદ પાકિસ્તાન પોતાના ઘરમાં રમી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાંચ જ દિવસમાં બહાર થઈ ગયું. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સ ટીમમાં મોટા બદલાવની વાત કરી રહ્યા છે. માનવામાં આવે છે કે, ત્યારે આવા સમયે સૌથી પહેલા મોહમ્મદ રિઝવાનને જ કપ્તાનીમાંથી હાથ ધોવા પડી શકે છે.
નઝમુલ હુસૈન શાન્તો
બાંગ્લાદેશ ટીમ પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ચુકી છે. બાંગ્લાદેશની કમાન નઝમુલ હુસૈન શાન્તો સંભાળી રહ્યા છે. તેમની કપ્તાનીમાં બાંગ્લાદેશ પહેલા ભારત અને પછી ન્યૂઝીલેન્ડ સામે મેચ હારી ગયા. ટીમમા ખરાબ પ્રદર્શન બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ નઝમુલ હુસૈન શાન્તોને પણ કપ્તાનીમાંથી છુટ્ટી કરી શકે છે.
જોસ બટલર
જોસ બટલરની કપ્તાનીમાં ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ હાલમાં જ પાંચ મેચોની ટી 20 સીરીઝ 1-4થી ખોઈ દીધી હતી. ત્યાર બાદ ભારતે ઈંગ્લેન્ડને ત્રણ મેચોની વન ડે સીરીઝમાં 3-0થી હરાવ્યા. વળી ઈંગ્લેમન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી મેચમાં 351 રન બનાવવા છતાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ. જોસ બટલરની કપ્તાનીમાં ઈંગ્લિશ ટીમનું સતત ખરાબ પ્રદર્શન ચાલું છે. ત્યારે આવા સમયે આઈસીસી ટૂર્નામેન્ટ બાદ બટલર પણ મોટી એક્શન લેવાઈ શકે છે.
રોહિત શર્મા
રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈંડિયાનું શાનદાર પ્રદર્શન ચાલી રહ્યું છે. ભારતે પહેલા બાંગ્લાદેશ અને પછી પાકિસ્તાનને ધૂળ ચટાડી અને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી. ટીમ ઈંડિયાને આ ટૂર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. હવે આગળ શું થશે એતો સમય જ બતાવશે પણ રોહિત શર્માના કરિયરને લઈને ચેમ્પિયન્સ ટ્રોફી બાદ મોટો નિર્ણય લેવાઈ શકે છે. કારણ કે બીસીસીઆઈ 2027માં વર્લ્ડ કપની ટીમ અત્યારથી તૈયાર કરવાની પ્લાનિંગ કરી રહી છે.
કારણ કે રોહિત શર્મા 37 વર્ષના થઈ ગયા છે અને એપ્રિલમાં તેઓ 38 વર્ષના થઈ જશે. કેટલાય પૂર્વ ખેલાડીઓનું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી રોહિત શર્માની છેલ્લી આઈસીસી ટૂર્નામેન્ટ હોય શકે છે. રોહિતની કપ્તાની સાથે જ તેની બેટીંગ પર પણ ધ્યાન આપવામાં આવશે. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ 41 જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ 20 રન બનાવ્યા હતા. પણ હજુ ટીમ ઈંડિયા પાસે આગળ અન્ય મેચ છે, જોવાનું રહેશે કે રોહિત આ દરમ્યાન શું કરી શકે છે. રોહિતને લઈને મામલો હજુ 50-50 છે. પણ તેનું આગળનું પ્રદર્શન તેમાં મહત્ત્વનો રોલ નિભાવશે.
આ પણ વાંચો: ભારતમાં આવી ગયું WhatsAppનું નવું ફીચર, હવે વોઈસ મેસેજને ટેક્સ્ટ ફોર્મેટમાં વાંચી શકશો