ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

પ્રિ-માર્કેટ: A/D રેશિયોમાં ઘટાડો, સ્મોલ અને મિડકેપ્સમાં ઘટાડાની શક્યતા

અમદાવાદ, 27 ફેબ્રુઆરી, 2025: શેર માર્કેટમાં મહત્ત્વના માર્કેટ બ્રેથ સંકેતો રોકાણકારોને સાવચેતી રાખવાની સલાહ આપે છે. ઘટવાની સામે વધી રહેલા શેરોની સંખ્યાનું માપ દર્શાવતો સરેરાશ એડવાન્સ ટુ ડિક્લાઇન (A/D) રેશિયો પાંચ વર્ષના સૌથી નીચા મથાળે જતો રહ્યો છે. એનાલિસ્ટો આ ઘટાડો નજીકના ભવિષ્ય માટે અનિશ્ચિતતા દર્શાવે છે.

માર્કેટમાં ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં A/D રેશિયો ઘટીને 0.77 થયો છે જે માર્ચ 2020થી અત્યાર સુધીમાં સૌથી નીચલા સ્તરે છે. જે વૈશ્વિક વેચવાલીને પગલે ઘટીને એક તબક્કે 0.72ના સ્તરે આવી ગયો હતો. રેશિયો 1 કરતા પણ નીચે ગયો તેવું આ સતત ત્રીજા મહિને અને ભૂતકાળના વર્ષમાં સાતમુ ઉદાહરણ છે. જાન્યુઆરીમાં સરેરાશ રેશિયો 0.9 અને ડિસેમ્બરમાં 0.99 રહ્યો હતો. A/D રેશિયોમાં ઘટાડો ખાસ કરીને સ્મોલ અને મિડ કેપ્સ વધારા કરતા વધુ ઘટાડાનો સંકેત આપે છે.

આમ આ બાબત માર્કેટમાં વધુ પડતી અનિશ્ચિતતા અને સ્મોલ અને મિડ કેપ શેરોમાં ઘટાડો દર્શાવે છે અને રોકાણકારોમાં મંદીની મનોવૃત્તિ દર્શાવે છે. નીચો રેશિયો સંસ્થાકિય કે સ્માર્ટ મની ઓવરવેલ્યુડ કે નબળા શેરોમાંથી નાણાં પાછા ખેંચીને વિકસતા માર્કેટમાં લગાવશે તેવું દર્શાવે છે.

નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં આશરે 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. દરમિયાનમાં બ્રોડર બીએસઇ મિડકેપ અને સ્મોલ કેપ નિર્દેશાકોમાં 8 ટકાનો ઘટાડો થયો છે. કંપનીઓની નબળી કમાણી, સતત વિદેશી વેચવાલી અને આર્થિક મોરચે અનિશ્ચિતતાઓ રોકાણકારોના વિશ્વાસને પાછો પાડી રહી છે.

દરમિયાનમાં એશિયન માર્કેટ અને અમેરિકન બજારોમાં થયેલ વધારાને પગલે ગિફ્ટ નિફ્ટી આજે ફ્લેટથી અંશતઃ ઊંચા મથાળે ટ્રેડ થઇ રહી છે. જાપાનનો નિક્કેઇ 225 પોઇન્ટ વધીને 38,193 પોઇન્ટ પર રહ્યો હતો. જ્યારે ડાઉ 1.5 ટકા 3,870.98 અને દક્ષિણ કોરિયાનો કોસ્પી પ્રારંભિક ટ્રેડમાં 0.53 ટકા નીચો રહ્યો હતો. જ્યારે શાંઘાઇ કંપોઝીટ ઇન્ડેક્સ 3,380ના સ્તરે ફ્લેટ રહ્યો હતો. આમ વૈશ્વિક સ્તરના મિશ્ર સંકેતો છે.

એનાલિસ્ટોના અનુસાર જો નિફ્ટી 22,550ની નીચે બંધ આવશે તો તે વધુ ઘટીને 22,400 અને 22,200ના મથાળે જઇ શકે છે. બીજી બાજુ 22,800 મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. આ સ્તરેથી નવેસરની લેવાલી નીકળી આવવાની શક્યતા છે. બ્રોડર ટ્રેન્ડ નબળો દેખાઇ રહ્યો છે. દરમિયાનમાં આજે કેએસબી, સનોફી ઇન્ડિયા અને શેફ્પલર ઇન્ડિયા તેમના પરિણામો જાહેર કરશે.

આ પણ વાંચોઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં થયો મોટો ઉલટફેર: ત્રીજી ટીમ પણ બહાર થઈ ગઈ, ગ્રુપ બીમાં સેમીફાઈનલ માટે રસાકસી

Back to top button