અમદાવાદ: શિવરાત્રિના પાવન પર્વની “હર હર મહાદેવ”નાં નાદ સાથે ભવ્ય ઉજવણી; દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન


26 ફેબ્રુઆરી 2025 અમદાવાદ; આજે શહેરમાં સ્થાપના દિવસની સાથે મહાશિવરાત્રીનો દિવસ પણ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે સવારે 7:30 વાગે ભદ્રકાળી મંદિરેથી નગરદેવી ભદ્રકાળી 614 વર્ષ પછી પ્રથમ વખત અમદાવાદના જાહેર માર્ગો પર નીકળી હતી. અને બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યભરમાં મહાશિવરાત્રીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વસ્ત્રાલ વિસ્તાર શિવરાત્રીના પાવન પર્વની હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો.
વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ભવ્ય ઉજવણી અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર કરવામાં આવી છે. જ્યાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી અને ભક્તો શિવમય બની હર હર મહાદેવના નારા લગાવી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન
આયોજકો દ્વારા મહા શિવરાત્રિના પાવન પર્વ નિમિતે સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિરના મહંતશ્રીએ HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવાધિદેવ મહાદેવને 250 કિલો દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે બપોરના સમયે શિવજીની સવારી નીકળશે તે પહેલા સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ મોડી રાત્રે શિવજીની ચારે પહોરની પૂજા અર્ચના પણ કરવામાં આવશે.