ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

Alert! મહિલાઓમાં ઝડપથી વધી રહી છે આ જીવલેણ બીમારી

Health News: છેલ્લા થોડા મહિનાઓથી દેશમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે. ભારત સહિત વિશ્વમાં મહિલાઓમાં સ્તન કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ અંગે ચેતવણી પણ આપવામાં આવી છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર તથા અન્ય કેન્સર એજન્સીઓ અનુસાર, જો આ રોગને સમયસર અટકાવવામાં નહીં આવે તો 2050 સુધીમાં સ્તન કેન્સરના 32 લાખ નવા કેસ સામે આવશે. આનો અર્થ એ થયો કે દર 20 માંથી એક મહિલા આ કેન્સરનો શિકાર બનશે. આમાંથી 11 લાખ મહિલાઓના મૃત્યુ થઈ શકે છે. સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકાય એટલા માટે મહિલાઓને તેમની જીવનશૈલી સ્વસ્થ બનાવવાનું કહેવામાં આવ્યું છે.

2050 સુધીમાં ખતરનાક બની શકે છે સ્તન કેન્સર

રિપોર્ટ અનુસાર, વર્ષ 2022 માં, વિશ્વભરમાં 23 લાખ મહિલાઓએ સ્તન કેન્સરની સારવાર લીધી. જેમાંથી 6.70 લાખ લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. આ મૃત્યુ મોટાભાગે ગરીબ અને વિકાસશીલ દેશોમાં થયા હતા. શ્રેષ્ઠ તબીબી સુવિધાઓની ઉપલબ્ધતાને કારણે સમૃદ્ધ અને વિકસિત દેશોમાં મૃત્યુદરમાં ઘટાડો થયો હોવા છતાં આ રોગના પડકારો એ જ છે.

સ્તન કેન્સર અંગે WHO ની ચેતવણી શું છે?

વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે સ્તન કેન્સર વિશે દરેકને જાગૃત કરવાની જરૂર છે. ખાવા-પીવાની આદતો અને જીવનશૈલી પર ધ્યાન આપવું જોઈએ, નહીં તો આવનારા 25 વર્ષોમાં પરિસ્થિતિ ભયંકર બની જશે. હાલમાં સ્તન કેન્સરના કેસોમાં 38 ટકાનો વધારો થયો છે, જે 2050 સુધીમાં 68 ટકા સુધી પહોંચી જશે. તેથી દરેક વ્યક્તિએ આ રોગ સામે લડવા માટે આગળ આવવું પડશે અને તેના વિશે શક્ય તેટલી વધુ માહિતી રાખવી પડશે. જો તમને તેના લક્ષણો દેખાય, તો તમારે શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

સ્તન કેન્સરના સૌથી મોટા કારણો

  • વસ્તી વિસ્ફોટ
  • વધતું શહેરીકરણ
  • માતા બનવાની ઉંમર વધારે
  • બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો
  • સિગારેટ-દારૂનું સેવન
  • ઓછી શારીરિક પ્રવૃત્તિઓ
  • ચોક્કસ તબીબી પરિસ્થિતિઓ
  • સ્થૂળતા

સ્તન કેન્સરથી બચવાના ઉપાયો

  • સ્વસ્થ અને સંતુલિત આહાર લો. મ કે સ્વસ્થ મોસમી શાકભાજી, તાજા ફળો, બીજ અને સૂકા ફળો.
  • દારૂ અને સિગારેટથી દૂર રહો
  • સ્થૂળતા અને વજન ઘટાડવા પર ભાર આપો
  • મહિલાઓએ પોતાને સક્રિય રાખવા જોઈએ
  • કસરત કરો, યોગ કરો

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતા અને જાણકારી આધારિત છે. કોઈપણ માહિતીનો અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લો. એચડી ન્યૂઝ કોઈ વાતની પુષ્ટિ કરતું નથી.

Back to top button