અમદાવાદગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

મહાશિવરાત્રિ નિમિત્તે એમસીએક્સ પર પ્રથમ સત્રનાં કામકાજ બંધઃ બીજું સત્ર રાબેતા મુજબ ચાલુ રહ્યું

મુંબઈ, 26 ફેબ્રુઆરી, 2025: મહાશિવરાત્રિની જાહેર રજા નિમિત્તે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે બીજા સત્રનાં કામકાજ સાંજે 5 વાગ્યાથી રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. બીજા સત્રમાં સાંજે 5-30 વાગ્યા સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.10917.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.1831.62 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.9085.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20373 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.125.04 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.1047.10 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.85929ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.85929 અને નીચામાં રૂ.85739ના મથાળે અથડાઈ, રૂ.85654ના આગલા બંધ સામે રૂ.136 વધી રૂ.85790ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ.70000ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.58 વધી રૂ.8739ના ભાવ થયા હતા. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.73 વધી રૂ.85662ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.94241ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.94282 અને નીચામાં રૂ.94089ના સ્તરને સ્પર્શી, રૂ.93853ના આગલા બંધ સામે રૂ.316 વધી રૂ.94169ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.391 વધી રૂ.94553ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.444 વધી રૂ.94489ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.398.35 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.11.55 વધી રૂ.870.9ના ભાવ થયા હતા. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.1 વધી રૂ.267.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.2.35 વધી રૂ.266.2ના ભાવ થયા હતા. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 15 પૈસા ઘટી રૂ.177.05ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં રૂ.412.42 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.6063ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6063 અને નીચામાં રૂ.6009ના સ્તરને સ્પર્શી, રૂ.6015ના આગલા બંધ સામે રૂ.1 ઘટી રૂ.6014ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.1 ઘટી રૂ.6016ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3 વધી રૂ.356.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.3 વધી રૂ.356.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.542.83 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.504.27 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.292.02 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.32.38 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.4.16 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.69.79 કરોડનાં કામકાજ થયાં હતાં.

આ પણ વાંચોઃ VIDEO/ ટ્રમ્પ અને નેતન્યાહૂએ ગાઝામાં ‘બીચ પાર્ટી’ કરી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.51.88 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.360.55 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17034 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 29972 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8772 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 116485 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 24456 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 28623 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 108306 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 5330 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 20163 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 20368 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20373 પોઈન્ટના સ્તર અને નીચામાં 20368 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 57 પોઈન્ટ વધી 20373 પોઈન્ટના સ્તરે હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.3.9 ઘટી રૂ.177ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.1 વધી રૂ.21.65ના ભાવે બોલાયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.86000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.282.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી એપ્રિલ રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.255.5 વધી રૂ.3770ના ભાવે બોલાયો હતો. તાંબુ માર્ચ રૂ.870ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.5.37 વધી રૂ.16.8ના ભાવ થયા હતા. જસત માર્ચ રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 45 પૈસા વધી રૂ.4.4ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.6100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.1.85 ઘટી રૂ.131.9ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.35 વધી રૂ.21.75ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની માર્ચ રૂ.86000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.46 વધી રૂ.1167.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.40 વધી રૂ.1739.5ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.1.6 ઘટી રૂ.165ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.55 ઘટી રૂ.18.55ના ભાવ થયા હતા.

સોનું ફેબ્રુઆરી રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.73 ઘટી રૂ.126ના ભાવ થયા હતા. આ સામે ચાંદી એપ્રિલ રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.160.5 ઘટી રૂ.2778.5ના ભાવ થયા હતા. તાંબુ માર્ચ રૂ.860ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.5.93 ઘટી રૂ.8.9ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 11 પૈસા ઘટી રૂ.5.2ના ભાવ થયા હતા.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.1.75 ઘટી રૂ.166.9ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.75 ઘટી રૂ.18.55ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની માર્ચ રૂ.86000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.69.5 ઘટી રૂ.1404ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.13 વધી રૂ.967.5ના ભાવ થયા હતા.

આ પણ વાંચોઃ સીબીઆઇ કોર્ટે ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીઓને સજા ફટકારી,જાણો વિગત

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button