ટ્રેન્ડિંગમનોરંજનમહાકુંભ 2025

જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવા ઈચ્છતી હતી, મહાકુંભમાં પ્રીતિ ઝિન્ટાએ કહી દિલની વાત

  • પ્રીતિ ઝિન્ટાએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરીને આવ્યા બાદ પોતાના દિલની અને ઘણી ઊંડી વાતો તેમજ અનુભવો શેર કર્યા છે

HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડથી દૂર રહ્યા બાદ પ્રીતિ ઝિન્ટા તેના પરિવાર અને બાળકોને પૂરો સમય આપતી જોવા મળે છે. તે પોતાના પરિવાર સાથે ક્યારેક શિમલામાં તો ક્યારેક લંડનમાં ખાસ ક્ષણો વિતાવતી. તે પહેલા ફક્ત IPL દરમિયાન જ જોવા મળતી હતી, પરંતુ હવે તે અભિનેત્રી તરીકે કમબેકની તૈયારી કરી રહી છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય થઈ ગઈ છે. પ્રીતિ પોતાના વિચારો ખૂબ જ હિંમતભેર લોકો સમક્ષ રજૂ કરી રહી છે. તાજેતરમાં તેણે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભાગ લીધો હતો. અભિનેત્રી સંપૂર્ણપણે ભગવા પોશાકમાં જોવા મળી હતી અને તેણે ત્રિવેણી સંગમમાં સ્નાન પણ કર્યું હતું. હવે મહાકુંભના છેલ્લા દિવસે તેણે તેની એક ઝલક શેર કરી છે અને પોતાના જ્ઞાનપ્રાપ્તિની અનુભૂતિ અને અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પ્રીતિ ઝિન્ટાએ પોતાના દિલની લાગણીઓ વ્યક્ત કરી

પ્રીતિ ઝિન્ટાએ એક લાંબી પોસ્ટમાં પોતાનો અનુભવ શેર કર્યો અને જણાવ્યું કે તેણે શું અનુભવ્યું છે. અભિનેત્રીએ લખ્યું છે કે, ‘કુંભ મેળામાં આ મારો ત્રીજો અનુભવ હતો અને તે જાદુઈ, હૃદયસ્પર્શી અને થોડું ઉદાસીભર્યું પણ હતું.’ જાદુઈ એટલે કેમકે હું ગમે તેટલી કોશિશ કરૂં તમને સમજાવી નહીં શકુ કે મેં શું અનુભવ કર્યો છે. ખૂબ જ હૃદયસ્પર્શી કારણ કે હું મારી મમ્મી સાથે ગઈ હતી અને આ તેના માટે આખી દુનિયા કરતા વધુ હતું. દુઃખી એટલે કેમકે હું જીવન અને મૃત્યુના વિવિધ ચક્રોમાંથી મુક્ત થવા માંગતી હતી, પણ મને જીવન અને આસક્તિના ધ્વંધનો અહેસાસ થયો. શું હું મારા પરિવાર, મારા બાળકો અને મારા પ્રિયજનોને છોડવા તૈયાર છું? ના! હું તૈયાર નથી!

આવો રહ્યો પ્રીતિ ઝિન્ટાનો અનુભવ

પ્રીતિ ઝિન્ટાએ વધુમાં ઉમેર્યું કે, આ ખૂબ જ માર્મિક અને વિનમ્ર કરનારા કરનારી વાત છે જ્યારે તમને ખ્યાલ આવે છે કે આસક્તિના તાંતણા મજબૂત અને શક્તિશાળી છે અને ભલે તમારી આસક્તિ ગમે તે હોય, આખરે તમારી આધ્યાત્મિક યાત્રા અને આગળની યાત્રા ફક્ત તમારે એકલા જ કરવી પડશે. મને એ ખ્યાલ આવ્યો કે આપણે આધ્યાત્મિક અનુભવ ધરાવતા માણસો નથી, પણ આધ્યાત્મિક પ્રાણીઓ છે, જે માનવીય અનુભવ કરી રહ્યા છીએ. મને તેનાથી આગળ કંઈ ખબર નથી, પણ મને વિશ્વાસ છે કે મારી જિજ્ઞાસા ચોક્કસપણે મને તે તમામ જવાબો આપશે, જેની મને શોધ છે. ત્યાં સુધી હર હર મહાદેવ.

આ પણ વાંચોઃ ક્યારે શરૂ થશે રણવીર સિંહ-કિયારાની ડોન-3નું શૂટિંગ, ડિરેક્ટર ફરહાને આપ્યું અપડેટ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button