ઝારખંડના હજારીબાગમાં જૂથ અથડામણ, પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ


ઝારખંડ , 26 ફેબ્રુઆરી 2025 : ઝારખંડના હજારીબાગમાં શિવરાત્રીનો ધ્વજ ફરકાવવા અને લાઉડસ્પીકર બાંધવાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ છે. આ સમયગાળા દરમિયાન, આગચંપી અને પથ્થરમારાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
આ ઘટના હજારીબાગના ઇચક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડુમરાવના હિન્દુસ્તાન ચોકમાં બની હતી. ઉલ્લેખનીય છે કે શિવરાત્રીના અવસર પર એક સમુદાયના લોકો અહીં ધ્વજ અને ચોંગા (લાઉડસ્પીકર) લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જે દરમિયાન બંને સમુદાયો વચ્ચે અથડામણ થઈ ગઈ. બંને બાજુથી ભારે પથ્થરમારો થયો. આ અથડામણ દરમિયાન બે મોટરસાયકલ, એક કાર, એક ટેમ્પો અને અન્ય અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
આ પણ વાંચો : હર હર મહાદેવઃ શિવ ભક્તિમાં લીન થયા બોલિવૂડ સ્ટાર્સ, આપી શિવરાત્રીની શુભેચ્છાઓ
ડીસાઃ ભેળસેળીયા ઘીના વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર