ટ્રેન્ડિંગમનોરંજન

હર હર મહાદેવઃ શિવ ભક્તિમાં લીન થયા બોલિવૂડ સ્ટાર્સ, આપી શિવરાત્રીની શુભેચ્છાઓ

  • બોલિવૂડ સ્ટાર્સ અમિતાભ બચ્ચન, કરીના કપૂર, અક્ષય કુમાર, અજય દેવગન, ગાયક કૈલાશ ખેર અને અન્ય સેલેબ્સ આજે શિવ ભક્તિમાં લીન થયા છે

HD ન્યુઝ ડેસ્કઃ આજે 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહા શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. મહાશિવરાત્રીના અવસર પર, સામાન્ય લોકોની સાથે, ફિલ્મ જગતના ઘણા સ્ટાર્સ પણ ભક્તિમાં ડૂબી ગયા છે. અમિતાભ બચ્ચન, કરીના કપૂર, અક્ષય કુમાર, અજય દેવગન, ગાયક કૈલાશ ખેર અને અન્ય સેલેબ્સે સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે.

હર હર મહાદેવઃ શિવ ભક્તિમાં લીન થયા બોલિવૂડ સ્ટાર્સ, આપી શિવરાત્રીની શુભેચ્છાઓ hum dekhenge news

અભિનેત્રી કરીના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભોલેનાથની તસવીર શેર કરી અને લખ્યું કે ભોલેનાથની કૃપા જીવનમાંથી બધી બુરાઈઓ દૂર કરે.

મહાશિવરાત્રી નિમિત્તે અમિતાભ બચ્ચને તેમના ચાહકોને શુભેચ્છા પાઠવી અને તેમના બ્લોગ પર લખ્યું, “ઓમ નમઃ શિવાય, આપ સૌને મહાશિવરાત્રીની શુભકામનાઓ.”

અક્ષય કુમારે પોતાના X હેન્ડલ પર ભગવાન શિવનું મોશન પોસ્ટર શેર કર્યું અને લખ્યું, શિવ જ સર્જન છે, શિવ જ વિનાશ છે, શિવથી જ સંસાર છે. આ મહા શિવરાત્રીએ આપણને સૌને ભગવાન શિવના આશીર્વાદ આપણને શક્તિ, શાણપણ અને માનસિક શાંતિ તરફ દોરી જાય. જય મહાકાલ!

અજય દેવગને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શિવની તસવીર સાથે લખ્યું છે, ઓમ નમઃ શિવાય. અભિનેત્રી મૌની રોયે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, હર હર મહાદેવ, શુભ મહાશિવરાત્રી.

અભિનેત્રી-સાંસદ કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને મહા શિવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

અભિનેતા અનુપમ ખેરે પણ તેમના ચાહકોને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે. ઈન્સ્ટાગ્રામ પર ઉજ્જૈનના બાબા મહાકાલ મંદિરનો વીડિયો શેર કરતા તેમણે લખ્યું, “મહાશિવરાત્રીની શુભકામનાઓ! હર હર મહાદેવ.”

 

View this post on Instagram

 

A post shared by Soha (@sakpataudi)

અભિનેત્રી સોહા અલી ખાને એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કાશ્મીરના પરંપરાગત તહેવાર હેરથ સાથે મહાશિવરાત્રીની પૂજા કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં સોહાના પતિ કુણાલ ખેમુ અને તેના માતા-પિતા હવન-પૂજા કરતા જોવા મળ્યા હતા. વીડિયોની સાથે સોહા અલી ખાને લખ્યું, હેરાથ મુબારક! મહા શિવરાત્રીની શુભકામનાઓ. આપ સૌને પ્રેમ, શાંતિ અને પ્રાર્થના.

આ પણ વાંચોઃ પાપ ધોવા ગયા કે શું? પત્ની સાથે મહાકુંભ પહોંચ્યા ઉદિત નારાયણ તો નેટિજન્સે ટ્રોલ કર્યાં

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button