કુંવારા કર્મચારીઓને ગંભીર ચેતવણી મળી: 6 મહિનામાં લગ્ન કરી નાખો, નહીંતર નોકરી જશે

Chinese Company Ultimatum To Single Employees: લગ્ન કરવા, ઘર વસાવવું, કોઈની સાથે રહેવું અથવા પોતાની રીતે જિંદગી જીવવી…આ બધી વાતોને લઈ માણસોની પોત પોતાની સમજ અને પસંદ હોય છે. પણ હવે આ વસ્તુઓ પર પણ કોઈની જનર પડી ગઈ છે. તમે વિચારી રહ્યા હશો કે અમે આવી વાત કેમ કરી રહ્યા છીએ તો તેની પાછળનું કારણ છે ચાઈના. હકીકતમાં જોઈએ તો, ચાઈનાની એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે એવું વિચિત્ર ફરમાન જાહેર કર્યું છે, જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે.
કંપનીએ આપ્યું અલ્ટીમેટમ
ચીનના શેંડોંગ પ્રાંતમાં આવેલા ફર્મ, શેડોંગ શંટિયન કેમિકલ ગ્રુપ કંપની લિમિટેડે પોતાના કર્મચારીઓને એક અજીબોગરીબ ચેતવણી આપી છે. કંપનીએ તમામ સિંગલ અને છૂટાછેડા લીધેલા કર્મચારીઓને સપ્ટેમ્બર 2025 સુધીમાં લગ્ન કરી લેવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. જો તેઓ આવું નહીં કરે તો તેમને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે.
લગ્ન નહીં તો નોકરી નહીં
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, કંપનીએ નોટિસમાં કહ્યું હતું કે, 28 વર્ષથી લઈને 58 વર્ષ સુધીના તમામ અવિવાહિત કર્મચારીઓ, જેમાં છૂટાછેડા લીધેલા કર્મચારીઓ પણ સામેલ છે. તેમને આ વર્ષે સપ્ટેમ્બરના અંત સુધીમાં લગ્ન કરી લેવાના રહેશે. જો તેઓ આવું નહીં કરે તો તેમને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે.
આ છે કંપનીનો તર્ક
કંપનીના નિર્ણયની ટીકા થતાં કંપનીએ પોતાનો નિર્ણય પાછો લઈ લીધો. કંપનીએ અશ્વાસન આપવું પડ્યું કે, કોઈ પણ કર્મચારીને તેમની વૈવાહિક સ્થિતિના આધાર પર હટાવવામાં આવશે નહીં. પણ કંપનીએ ફેમિલી વેલ્યૂઝ જેવા ટ્રેડિશનલ ચીની મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પોતાની પોલિસીનો બચાવ કર્યો છે. કંપનીએ પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું કે, વિવાહ દરમાં સુધારા માટે સરકારની માગનો જવાબ ન આપવો એ વિશ્વાસઘાતી છે. પોતાના માતા-પિતાની વાત ન સાંભળવી એક દીકરાનો ધર્મ નથી. સિંગલ રહેવું જરાં પણ સારી વાત નથી.
કાયદાનું ઉલ્લંઘન
કાનૂની જાણકારોએ પણ કંપનીના આ નિર્ણયને ખોટો ગણાવ્યો. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, એક સરકારી અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, કંપનીના આદેશે ચીનના લેબર કાયદા અને લેબર કોન્ટ્રાક્ટ કાનૂનનું ઉલ્લંઘન કર્યું છે. આ નિર્ણયની ચીનમાં ખૂબ જ ટીકા થઈ અને જેના કારણે કંપનીને પાછી પાની કરવી પડી.
આ પણ વાંચો: પ્રયાગરાજ બાદ હવે કુંભ મેળાનું આયોજન ક્યાં થશે? આ રાજ્યની સરકારે તો તૈયારીઓ શરુ કરી દીધી