ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાશિવરાત્રી પર મહાકુંભમાં તીર્થયાત્રીઓની ભારે ભીડ ઉમટી, રેલવે તરફથી વાપસી માટે વધારાની 350 ટ્રેન દોડાવશે

પ્રયાગરાજ, 26 ફેબ્રુઆરી 2025: મહાકુંભમાં મહાશિવરાત્રિના મહાસ્નાનમાં ઉમટેલી ભીડ માટે રેલવે તરફથી વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. તીર્થયાત્રીઓની સુરક્ષિત અને આરામદાયક વાપસી માટે કૂલ 350 ટ્રેન ચલાવવામાં આવી રહી છે. રેલ મંત્રાલય તરફથી કહેવાયું છે કે, મહાશિવરાત્રિ પર અંતિમ સ્નાન માટે દેશના વિવિધ ભાગોમાં પ્રયાગરાજ મહાકુંભ પહોંચેલા તીર્થયાત્રીઓને સુરક્ષિત વાપસી માટે વિસ્તૃત પ્લાન બનાવ્યો છે.

નિવેદનમાં કહેવાયું છે કે, મહાકુંભ 2025નું અંતિમ અમૃત સ્નાન 26 ફેબ્રુઆરીના રોજ છે, ત્યારે આવા સમયે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર સ્નાન કરવા માટે પ્રયાગરાજમાં આવ્યા છે. તેમની સુરક્ષિત ઘર વાપસી માટે 350 ટ્રેનો ચલાવામાં આવી રહી છે.

છેલ્લા અમૃત સ્નાન માટે ભીડ એકઠી થઈ

પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં 63.36 કરોડથી વધુ યાત્રાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે. મંગળવારે (૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫) ૧.૧૧ કરોડથી વધુ લોકો પ્રયાગરાજ પહોંચ્યા હતા. રેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં – રવિવાર અને સોમવાર – બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડના સ્ટેશનો પર અંતિમ અમૃત સ્નાન માટે પ્રયાગરાજ જતા મુસાફરોની સંખ્યા વધુ હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, “અમૃત સ્નાન પછી મોટી સંખ્યામાં લોકો તેમના વતન પાછા ફરે તેવી અપેક્ષા છે, જેના કારણે રેલવે સ્ટેશનો પર ભારે ભીડ થવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, ઉત્તર મધ્ય રેલ્વે, ઉત્તરપૂર્વ રેલ્વે અને ઉત્તર રેલ્વેએ વ્યાપક તૈયારીઓ કરી છે અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના કાર્યસ્થળો પર સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચ્યા

ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, બંગાળ સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર સ્નાન કરવા માટે પ્રયાગરાજમાં એકઠા થયા છે. રવિવાર અને સોમવારે બિહારના પટના, દાનાપુર, મુઝફ્ફરપુર, ગયા, સાસારામ, કટિહાર, ખગરિયા, સહરસા, જયનગર અને દરભંગા જેવા સ્ટેશનો પર મુસાફરોની સંખ્યા વધુ હતી. તેવી જ રીતે, ઉત્તર પ્રદેશના ગોરખપુર, લખનૌ, અયોધ્યા, વારાણસી, કાનપુર, ગોંડા, દીનદયાળ ઉપાધ્યાય અને ઝાંસી સહિત અન્ય સ્ટેશનો પર યાત્રાળુઓની સંખ્યામાં વધારો જોવા મળી. મધ્યપ્રદેશના ચિત્રકૂટ, જબલપુર, સતના અને ખજુરાહો જેવા સ્ટેશનો પર પણ ભારે ભીડ જોવા મળી હતી, જ્યારે ઝારખંડના ધનબાદ, બોકારો, રાંચી, ગઢવા અને મેદિનીનગર સ્ટેશનોથી મોટી સંખ્યામાં મુસાફરો પ્રયાગરાજ પહોંચ્યા હતા.

અત્યાર સુધીમાં 15,000 થી વધુ ટ્રેનો દોડાવવામાં આવી છે

અગાઉ, મૌની અમાવસ્યાના અવસર પર, 360 થી વધુ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં 20 લાખથી વધુ લોકોને સફળતાપૂર્વક તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવામાં આવ્યા હતા. તેવી જ રીતે, મહાશિવરાત્રી સ્નાન પછી વધારાની ટ્રેનો ચલાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જરૂર પડ્યે ઉપયોગ માટે પ્રયાગરાજ નજીક વધારાના રેક તૈનાત કરવામાં આવ્યા છે. શરૂઆતમાં, રેલવેએ મહાકુંભ દરમિયાન લગભગ ૧૩,૫૦૦ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી હતી. જોકે, ૪૨મા દિવસ સુધી, ૧૫,૦૦૦ થી વધુ ટ્રેનો દોડાવવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં ખાસ ટ્રેનોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: મહાશિવરાત્રીઃ અરવલ્લી જિલ્લામાં શિવ મંદિરોનું મહત્ત્વ તથા આસ્થા

Back to top button