ટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025વીડિયો સ્ટોરી

પતિને વીડિયો કોલ કરી પત્નીએ સંગમમાં 5 વખત મોબાઈલ ડૂબાડયો, જુઓ વીડિયો

Text To Speech

પ્રયાગરાજ, 25 ફેબ્રુઆરી : પ્રયાગરાજમાં મહાકુંભમાં એક મહિલાએ સંગમમાં સ્નાન કરવાનું અલગ જ લેવલ બતાવ્યું હતું. કારણ કે, કુંભમાં સ્નાન કરવા આવેલી મહિલા તેના પતિ સાથે ફોન પર વીડિયો કોલ દ્વારા વાત કરી રહી હતી અને પછી તેને સંગમમાં સ્નાન કરવાનો લાભ આપવા માટે તેણે પોતાનો ફોન સંગમના પાણીમાં ડુબાડી દીધો હતો.

પતિ વિના સંગમમાં ડૂબકી મારવા આવેલી મહિલાએ તેના પતિને પણ આ ધાર્મિક પ્રવૃત્તિનો ભાગ બનાવવા માટે આવું કર્યું હતું. મહિલા ફોનની સ્ક્રીન પણ બતાવતી જોવા મળે છે, જેમાં તેનો પતિ બેડ પર સૂઈને આ બધું જોઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

વીડિયો વાયરલ થઈ રહ્યો છે

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @adityachauhan7338 નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફોનને પાણીમાં ડૂબાડતા પહેલા તે તેની સામે બતાવે છે, જેમાં તેનો પતિ વીડિયો કોલ પર છે.

ફોનને પાંચ વખત પાણીમાં ડુબાડયો

આ પછી મહિલા સંગમમાં જાય છે અને એક પછી એક 5 વખત મોબાઈલ ફોન ડૂબાડે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફોનને પાંચ વખત પાણીમાં ડુબાવ્યા પછી પણ એક વ્યક્તિ સ્ક્રીન પર દેખાઈ રહી છે અને ફોનને કંઈ થયું નથી. આ પછી કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે અને વીડિયો ખતમ થઈ જાય છે.

રમુજી ટિપ્પણીઓ આવી રહી છે

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે મજાકમાં કહ્યું કે જો તેના હાથમાંથી ફોન સરકી ગયો હતો. જ્યારે અન્ય એક યુઝરે કટાક્ષ કર્યો કે તેના ભાઈ (તેના પતિ)ને કહો કે તે તેના કપડાં બદલી નાખે અને તેના વાળ યોગ્ય રીતે સુકાવે. જ્યારે બીજાએ કહ્યું કે આજે તેણે કુંભમાં ઓનલાઈન સ્નાન કરીને પોતાના પાપ ધોઈ નાખ્યા છે.

આ પણ વાંચો :- ગુજરાતના યુવાનો માટે માઠા સમાચાર, જીપીએસસીએ વર્ગ 1 અને વર્ગ 2ની આ બે ભરતી રદ્દ કરી

Back to top button