ACB Trap: જુનાગઢમાંથી અધિક મદદનીશ ઈજનેર લાંચ લેતા ઝડપાયો


જુનાગઢ, તા. 25 ફેબ્રુઆરી, 2025ઃ એસીબી દ્વારા સતત બીજા દિવસે લાંચિયા અધિકારીને ઝડપવામાં આવ્યો છે. જુનાગઢમાં બિલખા રોડ પર આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરીનો અધિક મદદનીશ ઈજનેર લાંચ લેતા ઝડપાયો હતો.
શું છે મામલો
આ કામના ફરીયાદીના અસીલની ખેતીની જમીનમાં બાંધકામ કરવા માટે રોડથી બાધકામ-નિયંત્રણ રેખા અંગેની માહિતીના પત્રની ખરાઈ કરી, અભિપ્રાય આપવા માટે ફરીયાદી પાસે રૂ.૨૦૦૦૦ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે બે હજાર ઓછા આપવાનું કહીને રૂા.૧૮,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે જુનાગઢ એ.સી.બી.ને જાણ કરી હતી. ફરિયાદના આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન આરોપી મીલન ગીરીશભાઈ ભરખડા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચની હાજરીમા લાંચના નાણાં રૂ.૧૮૦૦૦ સ્વીકારતાં સ્થળ ઉપર પકડાયો હતો.
ટ્રેપ કરનાર અધિકારી
જે.બી.કરમુર,પો.ઈન્સ.
તથા જુનાગઢ એ.સી.બી. પો.સ્ટે. ટીમ
સુપરવિઝન અધિકારી:
બી.એમ.પટેલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. જુનાગઢ એકમ.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે, ખેરાલુમાં નાયબ મામલતદાર રૂપિયા 10,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો. ખેરાલુ મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓને જુદા-જુદા બહાના હેઠળ હેરાન કરી માસીક રૂ.૧,૦૦૦ થી રૂ.૫,૦૦૦ ની રકમ આ વેપારીઓ પાસે થી લાંચ પેટે હપ્તો લેવામાં આવે છે અને જો લાંચ પેટે હપ્તો ના આપે તો બિન-જરૂરી નોટીસો કાઢી હેરાન કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત મશી હતી. જે આધારે ડિકોયરનો સાથ સહકાર મેળવી ડિકોયર ને સાથે રાખી બાતમી હકીકત સત્યતા ચકાસતા ખેરાલુ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર, પુરવઠા (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતો ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતા ડીકોયરને હેરાન ન કરવા લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી બે માસના હપ્તા પેટે રૂ.૧૦,૦૦૦ લાંચ માંગતા રંગેહાથ ઝડપાયો હતો.
આ પણ વાંચોઃ શશિ થરૂરે આ ભાજપ નેતા સાથે તસવીર કરી શેર, કહી આ ખાસ વાત