ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શશિ થરૂરે આ ભાજપ નેતા સાથે તસવીર કરી શેર, કહી આ ખાસ વાત

Text To Speech

નવી દિલ્હી, તા.25 ફેબ્રુઆરી, 2025: કોંગ્રેસથી નારાજ શશિ થરૂરે એક તસવીર પોસ્ટ કરી હતી. જેને લઈ કોંગ્રેસના નેતાઓમાં હડકંપ મચી ગયો હતો. કેરળના તિરુવનંતપુરમથી સાંસદ શશિ થરૂરે એક વખત નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી હતી અને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સાથે સેલ્ફી શેર કરી હતી.

થરૂરે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સાથે સેલ્ફી શેર કરીને લખ્યું,બ્રિટનના વાણિજ્ય મંત્રી જોનાથન રેનોલ્ડ્સ અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ સાથે મુલાકાત સારી રહી. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ઘોંચમાં પડેલી એફટીએ ચર્ચા ફરી શરૂ કરવાના પગલાનું સ્વાગત છે.

શશિ થરૂરે આ પહેલા કેરળની પિનારઈ વિજયન સરકારની પ્રશંસા કરી હતી. જે બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસની પણ પ્રશંસા કરી હતી. કેરળ સરકારની પ્રશંસા બાદ સીપીઆઈ (એમ) નેતા થૉમસ ઈસાકે કહ્યું કે, જો થરૂર કોંગ્રેસ છોડશે તો કેરળની રાજનીતિમાં તેઓ એકલા નહીં રહે. તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દેવી જોઈએ.

કોંગ્રેસ હવે થરૂર પ્રત્યે નરમ વલણ અપનાવવા તૈયાર નથી. શશિ થરૂરે રાહુલ ગાંધીને પાર્ટીમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા કહ્યું હતું. થોડા દિવસો પહેલા દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન થરૂરે પાર્ટીમાં અવગણના થવા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ આ અંગે કોઈ નક્કર પ્રતિબદ્ધતા નથી આપી, જેના કારણે થરૂર વધુ અસંતુષ્ટ થઈ ગયા.

થરૂર એવું માને છે કે તેમને પાર્ટીમાં યોગ્ય સન્માન નથી મળતું હોવાથી તેમણે પાર્ટી લાઈન છોડવાનું મન બનાવી લીધું છે. રાહુલ ગાંધી સાથેની તેમની મુલાકાત દરમિયાન થરૂરે પોતાનો અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો કે તેમને ‘ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસ’ના પદ પરથી હટાવવામાં આવ્યા હતા, જે તેમણે પોતે રચી હતી. થરૂર એ વાતથી પણ નારાજ છે કે રાહુલ ગાંધી દ્વારા વાતચીતમાં કોઈ નક્કર ખાતરી આપવામાં આવી નથી. જોકે થરૂરે કોંગ્રેસની યુવા વિંગની જવાબદારી લેવાનો સંકેત આપ્યો હતો, પરંતુ રાહુલ ગાંધી આ પ્રસ્તાવ સ્વીકારવા પણ તૈયાર ન હતા.

આ પણ વાંચોઃ ખેરાલુના નાયબ મામલતદારને એસીબીએ રૂ. 10 હજારની લાંચ લેતા દબોચ્યો

Back to top button