ટ્રેન્ડિંગમનોરંજન

છાવાના ડિરેક્ટરે કાન્હોજી-ગણોજીના વંશજોની માફી માંગી, માનહાનિ કેસની ધમકી મળી

Text To Speech
  • કાન્હોજી-ગણોજીના 13મા વંશજ લક્ષ્મીકાંત રાજે શિર્કેએ દાવો કર્યો છે કે ફિલ્મ ‘છાવા’માં સત્યને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે

25 ફેબ્રુઆરી, મુંબઈઃ વિક્કી કૌશલની મોસ્ટ અવેઈટેડ ઐતિહાસિક ફિલ્મ ‘છાવા‘ હાલમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે, જેણે 11 દિવસમાં 345.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, પરંતુ હવે આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે, જેના કારણે ફિલ્મ નિર્માતાઓને શિર્કે પરિવારના વંશજોની માફી માંગવાની ફરજ પડી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે મહારાણી યેશુબાઈના ભાઈ કાન્હોજી-ગણોજી શિર્કેએ સંભાજી મહારાજ સાથે દગો કર્યો હતો. તેણે ઔરંગઝેબને મહારાજનું સરનામું આપીને તેમને મરાવડાવ્યા હતા. કાન્હોજી-ગણોજીના વંશજોએ તેની પર વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મ નિર્માતાઓને 100 કરોડ રૂપિયાના માનહાનિના કેસની ધમકી આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

દિગ્દર્શકને નોટિસ મોકલવામાં આવી

કાન્હોજી-ગણોજી શિર્કેના 13મા વંશજ લક્ષ્મીકાંત રાજે શિર્કેએ દાવો કર્યો છે કે ફિલ્મ ‘છાવા’માં સત્યને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. તેમણે ફિલ્મની ટીકા કરતા કહ્યું કે તેનાથી પરિવારના વારસાને ઘણું નુકસાન થયું છે. તેમણે વધુમાં કહ્યું કે તેમણે ફિલ્મ દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરને નોટિસ મોકલી છે અને તેમની સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરશે.

લક્ષ્મણ ઉતેકરે માફી માંગી

છાવા ફિલ્મના દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે કાન્હોજી અને ગણોજી શિર્કેના વંશજોની માફી માંગી. છાવાના દિગ્દર્શકે કહ્યું કે અમે ફિલ્મમાં ફક્ત ગણોજી-કાન્હોજીના નામ વર્ણવ્યા છે, તેમના ઉપનામ નહીં. અમે એ વાતનું ધ્યાન રાખ્યું કે જે ગામ સાથે તેમનો સંબંધ છે, તેનો ખુલાસો ન થાય. અમારો હેતુ શિર્કે પરિવારની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો ફિલ્મથી કોઈને તકલીફ પડી હોય તો હું દિલથી માફી માંગુ છું.

આ પણ વાંચોઃ 37 વર્ષ પછી અભિનેતા ગોવિંદા અને સુનિતા લેશે છૂટાછેડા? મરાઠી અભિનેત્રી સાથે અફેરની ચર્ચા

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button