પીએમ નરેન્દ્ર મોદી આવશે પોતાના વતન ગુજરાતના પ્રવાસે: જાણો શું છે કાર્યક્રમ


HD ન્યુઝ ડેસ્ક, 25 ફેબ્રુઆરી: 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવનાર છે. માર્ચ મહિનામાં બે વખત ગુજરાતના પ્રવાસે આવશે. મહિનાની શરૂઆતમાં 3 માર્ચ અને ત્યારબાદ 7 અને 8 માર્ચે તેઓ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે. 3જી માર્ચ દરમિયાન સાસણમાં યોજાનારી નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં ભાગ લેવા મોદી આવશે, જ્યારે 7 અને 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ સહિતની ઉજવણી માટે તેઓ સુરત અને નવસારીની મુલાકાત લેશે.
વડાપ્રધાન મોદી આવતા મહિને વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવનાર છે. મહિનાની શરૂઆતમાં 3 માર્ચ તથા તે પછી 7 અને 8 માર્ચે તેઓ ગુજરાતમાં બે અલગ-અલગ વિસ્તારમાં જશે. વડાપ્રધાન વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે. તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ કરનાર છે. 3 માર્ચે વિશ્વ વન્યસૃષ્ટિ દિવસ છે અને તે દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોદ્દાની રૂએ નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના અધ્યક્ષ હોવાથી બેઠકમાં ભાગ લેવા સાસણ આવશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.
જ્યારે 7 અને 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ સહિતની ઉજવણી માટે તેઓ સુરત અને નવસારીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ બીજા દિવસે 8 માર્ચે નવસારીમાં વડાપ્રધાન મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે.
આ પણ વાંચો..સુરતી શ્રદ્ધાળુએ પ્રયાગરાજમાં ડૂબકી લગાવી હતી, 12 દિવસ પછી પણ લાપતા