ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

રેલવે પ્રવાસીઓ સાવધાન! 27 ફેબ્રુઆરી સુધી આટલી ટ્રેનો કેન્સલ થઈ છે

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભ ચાલી રહ્યો છે, કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા પહોંચી રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના શ્રદ્ધાળુઓ ટ્રેન દ્વારા આવી રહ્યા છે. ભારતીય રેલવે તરફથી મહાકુંભ માટે દેશના અલગ અલગ રાજ્યોમાંથી સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી રહી છે. હવે મહાકુંભમાં ફક્ત એક અમૃત સ્નાન બાકી છે. જે મહાશિવરાત્રિ પર એટલે કે 26 ફેબ્રુઆરીએ થશે. 26 ફેબ્રુઆરીના દિવસે શ્રદ્ધાળુઓની ભીડ જોતા રેલવેએ કેટલીય ટ્રેન કેન્સલ કરી દીધી છે. જો તમે પણ 26 ફેબ્રુઆરીના રોજ અમૃત સ્નાન માટે જવાના હોય તો પહેલા આ જોઈ લેજો, આટલી ટ્રેનો કેન્સલ થઈ ગઈ છે.

મહાશિવરાત્રિ પહેલા 22 ટ્રેન કેન્સલ

ભારતીય રેલવે દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભમાં કરોડો યાત્રી દર્શન પવિત્ર સન્ના કરવા માટે પહોંચી રહ્યા છે. પણ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના દિવસે થતાં અમૃત સ્નાન હેલા રેલવે તરફથી શ્રદ્ધાળુઓ માટે મુશ્કેલી આવી છે. રેલવેએ અલગ અલગ રુટની કૂલ 22 ટ્રેન કેન્સલ કરી દીધી છે. મહાશિવરાત્રિ પર તમે પણ જો પવિત્ર સ્નાન માટે જવાના હોય તો આ લિસ્ટ ચેક કરીને પછી જ નીકળજો.

  • ટ્રેન નંબર ૧૨૮૦૨ નવી દિલ્હી-પુરી પુરુષોત્તમ એક્સપ્રેસ ૨૪ થી ૨૭ ફેબ્રુઆરી સુધી રદ
  • ટ્રેન નંબર ૧૨૩૦૮ જોધપુર-હાવડા એક્સપ્રેસ ૨૪ થી ૨૭ ફેબ્રુઆરી સુધી રદ
  • ટ્રેન નંબર 22308 બિકાનેર-હાવડા એક્સપ્રેસ 24 થી 27 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર ૧૨૩૧૨ કાલકા-હાવડા નેતાજી એક્સપ્રેસ ૨૪ થી ૨૭ ફેબ્રુઆરી સુધી રદ
  • ટ્રેન નંબર ૧૮૩૧૦ જમ્મુ તાવી-સંબલપુર ૨૪ થી ૨૭ ફેબ્રુઆરી સુધી રદ
  • ટ્રેન નંબર ૧૮૧૦૨ જમ્મુ તાવી-ટાટા એક્સપ્રેસ ૨૪ થી ૨૭ ફેબ્રુઆરી સુધી રદ
  • 25 ફેબ્રુઆરીના રોજ ટ્રેન નંબર 12444 આનંદ વિહાર-હલ્દિયા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
  • ૨૭ ફેબ્રુઆરીના રોજ ટ્રેન નંબર ૧૨૩૨૦ આગ્રા કેન્ટ-કોલકાતા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર ૧૨૮૭૪ આનંદ વિહાર-હટિયા સ્વર્ણજયંતિ એક્સપ્રેસ ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર ૧૨૮૧૬ આનંદ વિહાર – પુરી નંદન કાનન એક્સપ્રેસ ૨૬ અને ૨૭ ફેબ્રુઆરીના રોજ રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર 22911 ઇન્દોર-હાવડા શિપ્રા એક્સપ્રેસ 25 અને 27 ફેબ્રુઆરીના રોજ રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર ૧૨૧૭૬ ગ્વાલિયર-હાવડા ચંબલ એક્સપ્રેસ ૨૫ થી ૨૮ ફેબ્રુઆરી સુધી રદ
  • ટ્રેન નંબર 20976 આગ્રા કેન્ટ-હાવડા ચંબલ એક્સપ્રેસ 25 થી 28 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર ૧૨૧૭૮ મથુરા-હાવડા ચંબલ એક્સપ્રેસ ૨૫ થી ૨૮ ફેબ્રુઆરી સુધી રદ
  • ટ્રેન નંબર ૧૨૮૨૦ આનંદ વિહાર-ભુવનેશ્વર ઓડિશા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ૨૫ અને ૨૮ ફેબ્રુઆરીના રોજ રદ કરવામાં આવી છે.
  • ૨૬ ફેબ્રુઆરીના રોજ ટ્રેન નંબર ૧૨૩૨૪ બાડમેર-હાવડા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર ૧૨૮૨૬ આનંદ વિહાર – રાંચી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ૨૬ ફેબ્રુઆરીના રોજ રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર ૧૨૨૮૨ નવી દિલ્હી-ભુવનેશ્વર દુરંતો એક્સપ્રેસ ૨૭ ફેબ્રુઆરીના રોજ રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર ૧૨૪૯૫ બિકાનેર-કોલકાતા પ્રતાપ એક્સપ્રેસ ૨૭ ફેબ્રુઆરીના રોજ રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર 22858 આનંદ વિહાર – સંત્રાગાછી એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીના રોજ રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર ૧૨૯૪૧ ભાવનગર-આસનસોલ પારસનાથ એક્સપ્રેસ ૨૫ ફેબ્રુઆરીના રોજ રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર ૧૮૬૦૯ રાંચી-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ૨૬ ફેબ્રુઆરીના રોજ રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચીયર્સ! બ્રિટનથી આયાત થતી સ્કૉચ વ્હિસ્કી માટે શોખીનોને મળી શકે છે આનંદના સમાચાર

Back to top button