ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત કઈ ટીમ સામે સેમીફાઈનલ રમશે, ક્યારે શરુ થશે? જોઈ લો આ રહી વિગતો


Champions Trophy in 2025 India Semi-Final Details: રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. તમામ લોકો એ જાણવા આતુર છે કે ટીમ ઈંડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સીમેફાઈનલ મેચ કઈ ટીમ સામે રમશે. આવો જાણીએ આખું સમીકરણ અને આ સીમેફાઈનલ ક્યાં રમાશે, કેટલા વાગે શરુ થશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સફરની વાત કરીએ તો તે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સાથે ગ્રુપમાં સામેલ છે. પહેલી મેચ ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ 6 વિકેટે જીતી હતી. ત્યાર બાદ પાકિસ્તાનને પણ 6 વિકેટે હરાવી. ભારતને ગ્રુપ સ્ટેજમાં છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સામે 2 માર્ચના રોજ રમવાની છે. જો કે ટીમ ઈંડિયાની સીમેફાઈનલમાં જગ્યા પાક્કી થઈ ચુકી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઈનલ મેચ ક્યારે રમાશે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ મેચ 4 માર્ચના રોજ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર, બપોરના 2 વાગ્યેને 30 મિનિટ પર શરુ થશે. ટોસ 2 વાગ્યે થશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પોતાની તમામ મેચ દુબઈમાં જ રમશે. ભારતીય ટીમે સેમીફાઈનલમાં જગ્યા ફિક્સ કરી લીધી છે. ભારતની સેમીફાઈનલ મેચ 4 માર્ચના રોજ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે.
ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સાથે ગ્રુપ એથી સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ છે. જો ભારતની સેમીફાઈનલ મેચ કોની સાથે યોજાશે, તેના માટે ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ મેચ ખાસ બની રહેશે. જો ભારત જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેશે અને આવું જ ન્યૂઝીલેન્ડ સાથે પણ થશે. જો ભારત ટોપ પર રહેશે તો તેનો સામનો ગ્રુપ બીના નંબર 2 પર રહેવાની ટીમ સાથે થશે. જો ભારત ન્યૂઝીલેન્ડ સામે મેચ હારી જાય તો તેની મેચ બી ગ્રુપની ટોપ ટીમ સાથે યોજાશે.
આ પણ વાંચો: રવીના ટંડન દીકરી રાશા સાથે મહાકુંભમાં પહોંચી સંગમમાં ડુબકી લગાવી, શિવરાત્રિ કાશીમાં મનાવશે