VIDEO: ટ્રકનું ટાયર ફાટ્યું તો બાજુમાંથી પસાર થઈ રહેલી રિક્ષા હવામાં ઉડી ગઈ


Shocking Accident Vashi Navi Mumbai Video: સોશિયલ મીડિયા પર કેટલાય પ્રકારના રોડ અકસ્માતના વીડિયો વાયરલ થતાં હોય છે. તેમાંથી અમુક ઘટનાઓ ડ્રાઈવરની ભૂલના કારણે થાય છે, વળી અમુક કિસ્સામાં બીજા કારણો જવાબદાર હોય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ ડરામણો છે. ગાડી ચલાવતી વખતે તમારે કેટલું ધ્યાન રાખવું પડે છે, તે આ વીડિયોમાં બતાવે છે.
હકીકતમાં જોઈએ તો, આપણે ગમે તેટલી સારી રીતે વાહન ચલાવીએ, પણ જો સામે વાળો કોઈ ભૂલ કરે તો તેના ભયંકર પરિણામ પણ આપણે ભોગવવા પડતા હોય છે. એટલા માટે જોઈ વિચારીને વાહન ચલાવવા જોઈએ. આવો જ એક કિસ્સો નવી મુંબઈના વાશીમાંથી સામે આવ્યો છે. દુર્ઘટનામાં ટ્રકનું ટાયર ફાટ્યું, આ દુર્ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દુર્ઘટના બાદ આજુબાજુની કારની હાલ જોઈ ચોંકી જશો.
View this post on Instagram
અમુક લોકો ફુલ સ્પીડે કાર લઈને એ જ રસ્તા પર પસાર થઈ રહ્યા હતા. આખરે જે થયું તેવું કોઈએ પણ વિચાર્યું નહોતું. બન્યું એવું કે એક ટ્રકનું ટાયર અચાનક ફાટી ગયું. આ ઘટના બાદ બાજુમાંથી પસાર થઈ રહેલી ઓટોનો કચ્ચરઘાણ નીકળી ગયો. આ રિક્ષા એકદમ ઉડી ગઈ અને ખાલી રિક્ષાનું ખોખું બચ્યું હતું.
અહીં ઉલ્લેખનિય છે કે ટાયર ફાટવાની સંભાવના ટાયરની ક્વાલિટી, સ્થિતિ અને રોડની સ્થિતિ અને સૌથી મહત્ત્વનું તેની સ્પીડ પર નિર્ભર કરે છે. જ્યારે તમે ગાડીની લીમીટ 120-130 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવો છો તો ટાયરનું તાપમાન ઝડપથી વધે છે. તેનાથી ટાયરના રબર પર અસર પડે છે અને રબર નબળું થઈ જાય છે.
આ પણ વાંચો: વિદેશથી પરત ફરેલા યુવકે ગર્લફ્રેન્ડ સહિત પોતાના જ પરિવારના 5 સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા