Video : સાઉદી અરેબિયાના થિયેટરમાં લોકો ડ્રમ અને ડોલ લઈ દેખાયા, કારણ જાણી ચોંકી ઉઠશો


નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી : દરેક વ્યક્તિને થિયેટરમાં મૂવી જોતી વખતે પોપકોર્ન અને ઠંડા પીણાનો આનંદ માણવો ગમે છે. પરંતુ થિયેટરોની અંદર તેમની કિંમતો ઘણીવાર લોકોને પરેશાન કરે છે. આ કારણે ઘણી વખત લોકો પોતાના ઘરેથી છૂપી રીતે નાસ્તો લાવે છે. પરંતુ સાઉદી અરેબિયામાં કંઈક વિપરીત થઈ રહ્યું છે. ફિલ્મ જોવા માટે લોકો પોતાની સાથે ડોલ અને મોટા ખાલી ડ્રમ લઈને અહીં પહોંચ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળે છે કે થિયેટરમાં ફિલ્મ જોઈ રહેલા લોકો મોટા ડ્રમ અને ડોલ લઈને જઈ રહ્યા છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે સિનેમા હૉલે ફિલ્મની સાથે મફત પૉપકોર્ન આપવાની જાહેરાત કરી છે. આ કારણે, ઘણા લોકો આ ફ્રી ઑફરનો મહત્તમ ઉપયોગ કરવા માટે મોટા કન્ટેનર લાવી રહ્યા છે.
View this post on Instagram
ડાયલોગ પાકિસ્તાન હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સફેદ પોશાક પહેરેલ એક વ્યક્તિ શોપિંગ સેન્ટરના સિનેમામાં કન્ટેનર લઈને જઈ રહ્યો છે. તે આ વાદળી રંગના ડ્રમ સાથે પોપકોર્ન કાઉન્ટર પર પહોંચે છે. તેને જોઈને ત્યાં હાજર સ્ટાફ હસવા લાગે છે. તે તરત જ તેની પાસેથી ડ્રમ લે છે અને તેને પોપકોર્નથી ભરીને પરત કરે છે. મોટા વાસણો અને ડોલ લઈને આ વ્યક્તિની પાછળ ઘણા લોકો લાઈનમાં ઉભા હતા.
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે સિનેમા હોલે 30 રિયાલ એટલે કે આશરે રૂ. 696માં અમર્યાદિત માત્રામાં પોપકોર્ન આપવાની જાહેરાત કરી હતી. જેના કારણે લોકો મહત્તમ પોપકોર્ન મેળવવા માટે મોટા વાસણો સાથે ત્યાં પહોંચ્યા હતા.
આ પણ વાંચો :- સ્ટડી કે વર્ક પરમિટ પર કેનેડા ગયેલા લોકો માટે આંચકો, વિઝા ગમે ત્યારે થઈ શકે છે રદ્દ! જાણો કેમ?