ભારતમાં એર ટેક્સી ઉડાડવા માટે ગુજરાતમાંથી પ્રથમ પ્રયોગ હાથ ધરાશે


- કેન્દ્રીય એવિએશન વિભાગે દેશમાં ચાર ટ્રાયલ સાઇટની પસંદગી કરી
- ટ્રાયલ સાઇટ તરીકે અમદાવાદ અને માંડવી(કચ્છ)ની પસંદગી કરાઈ
- આ એરક્રાફ્ટનુ નામ ‘e-VTOL’ તેની અસલ ઓળખ છે
ભારતમાં એર ટેક્સી ઉડાડવા માટે ગુજરાતમાંથી પ્રથમ પ્રયોગ હાથ ધરાશે. કેન્દ્ર સરકારે વિકસીત દેશોની જેમ ભારતમાં પણ એર ટેક્સી ઉડાડવા વિચારણા શરુ કરી છે. ઇલેકટ્રીક વર્ટિકલ ટેક ઑફ અને લેન્ડિંગ કરી શકે તેવું બેટરી આધારિત એરક્રાફ્ટની e-VTOL તરીકે ઓળખાય છે.
કેન્દ્રીય એવિએશન વિભાગે દેશમાં ચાર ટ્રાયલ સાઇટની પસંદગી કરી
ગુજરાત માટે આનંદના સમાચાર એ છે કે, આ એર ટેક્સી ઉડાવવા માટે ટ્રાયલ સાઇટ તરીકે અમદાવાદ અને માંડવી(કચ્છ)ની પસંદગી કરાઈ છે. કેન્દ્રીય એવિએશન વિભાગે દેશમાં ચાર ટ્રાયલ સાઇટની પસંદગી કરી છે, જેમાં આંધ્રપ્રદેશના પણ બે સ્થળોનો સમાવેશ થાય છે. ભારતમાં એર ટેક્સી ઉડાડવા માટે ગુજરાતમાંથી પ્રથમ પ્રયોગ હાથ ધરાશે.
આ એરક્રાફ્ટનુ નામ ‘e-VTOL’ તેની અસલ ઓળખ છે
કેન્દ્રીય સિવિલ એવિએશનની નેમ છેકે, ઓછા ઘોંઘાટ કરે, પેટ્રોલનો ઓછો વપરાશ થાય અને પર્યાવરણને અનુકુળ હોય તેવા એરક્રાફ્ટ ઉડે. એડવાન્સ એર મોબિલીટીને પ્રોત્સાહન આપવાના ભાગરુપે હવે બેટરી આધારિત વર્ટીકલ ટેક ઑફ અને લેન્ડિંગ કરી શકે તેવા નાનાકડા એરક્રાફ્ટ જેને એર ટેક્સી પણ કહે છે. આ એરક્રાફ્ટનુ નામ ‘e-VTOL’ તેની અસલ ઓળખ છે. હેલિકોપ્ટરની જેમ આ નાનકડું એરક્રાફ્ટ ઊડી અને ઉતરી શકે છે. તેને રન-વેની જરૂર હોતી નથી.
એકાદ બે વર્ષમાં ભારતમાં એર ટેક્સી શરુ કરાશે તેવું અનુમાન
જો, ટ્રાયલમાં સફળતા મળશે તો, એકાદ બે વર્ષમાં ભારતમાં એર ટેક્સી શરુ કરાશે તેવું અનુમાન છે. અત્યારે તો ટ્રાયલ બેઝ પર એર ટેક્સી ઉડાવવાનો પ્રયોગ કરવાની દિશામાં કેન્દ્ર સિવિલ એવિએશન વિભાગે તૈયારીઓ શરુ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ : પરેડમાં હાજર ન રહેતા 250 કર્મીને IPS અધિકારીએ ફટકાર્યો આર્થિક દંડ