ગુજરાતટ્રેન્ડિંગધર્મ

મહાશિવરાત્રી મહોત્સવઃ સોમનાથ મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, જાણો કાર્યક્રમ

Text To Speech
  • સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સવ માટેની ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે

HD ન્યુઝ ડેસ્કઃ રાજ્યમાં જૂનાગઢ, સોમનાથ સહિતના જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સવ માટેની ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સોમનાથ સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી ત્રણ દિવસીય સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.

મહાશિવરાત્રી મહોત્સની ભવ્ય ઉજવણી

સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મહોત્સની તડામાર તૈયારી શરૂ થઈ ચૂકી છે, ત્યારે આગામી 26 ફેબ્રુઆરીની વહેલી સવારે 4 વાગ્યાથી 42 કલાક સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. જ્યારે સોમનાથ સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ માટે સવારે 8 વાગ્યે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8થી 11 અને બપોરે 1થી 5 વાગ્યા દરમિયાન ભક્તોને દર્શન કરવા અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

25 રુ.માં થઈ શકશે બિલ્વપૂજા

સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે. સોમનાથ મંદિર ખાતે દર્શાનાર્થે આવતા દિવ્યાગં અને વૃદ્ધોને ધ્યાનમાં રાખીને સ્વાગત કક્ષ ખાતે નિઃશુલ્ક ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સોમનાથ ખાતે આશરે બે લાખથી વધુ દર્શાનાર્થીઓ આવ્યા હતા. જો કે, આ વર્ષે મહાશિવરાત્રી પર્વ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવાના હોવાથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં હૃદય સાથે શ્વાસની બીમારીના દર્દીઓમાં વધારો, આંકડો જાણી દંગ રહેશો

Back to top button