ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, એક્શન સીન શૂટ કરતી વખતે ઘાયલ, હોસ્પિટલમાં દાખલ


મુંબઈ, ૨૪ ફેબ્રુઆરી: ૨૦૨૫: પંજાબી ગાયક-અભિનેતા ગુરુ રંધાવા સ્ટંટ કરતી વખતે ઘાયલ થયા. આ કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુ તેમની આગામી ફિલ્મ શૌંકી સરદારનું શૂટિંગ કરી રહ્યા હતા. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે પરંતુ હાલમાં તેના વિશે વધુ અપડેટ નથી. તસવીર શેર કરતા રંધાવાએ લખ્યું, “મારો પહેલો સ્ટંટ, મારી પહેલી ઈજા, પણ મારી હિંમત અકબંધ છે.
View this post on Instagram
ગુરુ રંધાવાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે ગુરુ તેમની આગામી ફિલ્મ ‘શૌંકી સરદાર’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે સ્ટંટ કરતી વખતે અકસ્માત રીતે ઘાયલ થયો અને તેમને ઈજા થઈ. તેણે કેપ્શનમાં લખ્યું, “મારો પહેલો સ્ટંટ, મારી પહેલી ઈજા, પણ મારી હિંમત અકબંધ છે. ફિલ્મ શૌનકી સરદારના સેટ પરથી એક યાદ. એક્શન ખૂબ જ મુશ્કેલ કામ છે, પણ હું મારા દર્શકો માટે સખત મહેનત કરીશ.”
શેર કરેલી તસવીરમાં તે હોસ્પિટલના પલંગ પર સૂતેલા જોવા મળે છે. તે ગળામાં સર્વાઇકલ કોલર પહેરેલો જોવા મળ્યો હતો. તેના માથા પર પણ પાટો બાંધેલો છે અને તેના ચહેરા પર ઈજાના નિશાન છે. ગુરુને તેમની ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટંટ કરતી વખતે આ ઈજા થઈ હતી. જોકે, હાલમાં તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રી મૃણાલ ઠાકુરે કહ્યું, “ક્યા બાત હૈ”. અનુપમ ખેરે ટિપ્પણી કરી, “તમે શ્રેષ્ઠ છો. જલ્દી સ્વસ્થ થાઓ.” આ દરમિયાન, ગાયક મીકા સિંહે લખ્યું, “જલ્દી સ્વસ્થ થાઓ”. ચાહકોએ પણ તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતા સંદેશા લખ્યા અને તેમની ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો..ત્રિવેણી સંગમમાં અક્ષયકુમારે લગાવી આસ્થાની ડૂબકી, કૈટરિના પણ સાસુ સાથે પહોંચી