ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

બાંગ્લાદેશમાં એરફોર્સ બેઝ પર હુમલો, એકનું મોત: સેનાએ સંભાળ્યો મોરચો

Text To Speech
  • બાંગ્લાદેશમાં એર ફોર્સ બેઝ પર હુમલો થયા બાદ સ્થિતિ વણસી છે અને સેનાના જવાનો સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે

HD ન્યુઝ ડેસ્કઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ગુસ્સે થયેલા લોકોએ એર ફોર્સ બેઝ પર હુમલો કર્યો છે. મળતા અહેવાલો મુજબ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે છ લોકોને ઈજા થઈ છે. એવું કહેવાય છે કે અચાનક થયેલા હુમલા માટે સેના તૈયાર ન હતી.

બેઝ પાસે અથડામણ, સ્થિતિ બેકાબૂ

એર ફોર્સ બેઝ પર હુમલો થયા બાદ સ્થિતિ વણસી છે અને સેનાના જવાનો સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. બાંગ્લાદેશના સશસ્ત્ર દળના જનસંપર્ક વિભાગ અને ઈન્ટર-સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR)એ સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે, એરફોર્સ બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે અહીં અથડામણ ચાલી રહી છે અને સ્થિતિ વણસી જતા વધુ કાફલો ખડકવામાં આવ્યો છે.

હુમલો કેમ કરવામાં આવ્યો?

બાંગ્લાદેશી મીડિયાના અહેવાલો મુજબ હુમલાખોરોએ હુમલો કેમ કર્યો, તેઓનો ઈરાદો શું હતો અને હુમલાખોરો કોણ હતા, તેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. મૃતકની ઓળખ શિહાબ કબીર તરીકે થઈ છે. કબીરનું મોત ગોળી વાગવાથી થયું છે, જેમને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સદર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોએ કબીરને મૃત જાહેર કર્યો છે.

આ પણ વાંચોઃ બોટાદ જિલ્લામાં બે સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button