ટ્રેન્ડિંગધર્મ

ટોઈલેટમાં બેસીને તમે પણ ફોન ચલાવતા નથી ને? આ ગ્રહો થઈ શકે છે નારાજ

Text To Speech
  • ટોઈલેટમાં બેસીને ફોન વાપરવો આજકાલ કોમન વસ્તુ બની ચૂકી છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ એકદમ ખોટી રીત છે

HD ન્યુઝ ડેસ્કઃ મોબાઈલ આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે. તેના વગર આજના જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. ખાતા, પીતા અને કામ કરતી વખતે, એમ કહો ને કે લગભગ દરેક જગ્યાએ આપણે મોબાઈલનો ઉપયોગ કરવાની જરૂર પડે છે અથવા તે એક આદત કે વ્યસન બની ગયો છે. ઘણા લોકો ટોઈલેટમાં પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખોટું છે.

વાસ્તુશાસ્ત્ર કહે છે કે જે લોકો શૌચાલયમાં ફોનનો ઉપયોગ કરે છે, તેમની કુંડળીમાં ગ્રહોની દિશા અને સ્થિતિ બગડવા લાગે છે. તેનાથી તેમના અંગત જીવન પર નકારાત્મક અસર પડે છે. ચાલો આ વિશે વધુ જાણીએ

ટોઈલેટ-બાથરૂમમાં રાહુનું સ્થાન

વાસ્તુ શાસ્ત્ર અનુસાર રાહુનું સ્થાન ટોઈલેટ-બાથરૂમમાં છે. જો તમે ટોઈલેટમાં મોબાઇલનો ઉપયોગ કરો છો, તો તમારી કુંડળીમાં રાહુની સ્થિતિ ખરાબ થઈ જાય છે. આનાથી જીવન પર નકારાત્મક અસર પડવા લાગે છે અને પરિવારમાં મુશ્કેલીઓ અને આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે.

બુધ ગ્રહ પર પડે છે ખરાબ અસર

ટોઈલેટ-બાથરૂમમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી પણ તમારી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ ખરાબ થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ અને વાણી માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. તેથી બુદ્ધિ અને વાણીના બગાડવાથી તમારે કારકિર્દી, વ્યવસાય, નોકરી વગેરેમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નકારાત્મક વિચારો મન પર હાવી થવા લાગે છે.

મંગળ ગ્રહ પણ થાય છે નારાજ

ગ્રહોના સેનાપતિ મંગળ પણ એવા લોકોથી ગુસ્સે થાય છે જે ટોયલેટ અને બાથરૂમમાં ફોનનો ઉપયોગ કરે છે. જો આવું થાય તો વ્યક્તિના ઘર અને પરિવારમાં મુશ્કેલીઓ વધે છે. નકારાત્મક શક્તિઓ પરિણીત લોકોના જીવન પર પ્રભુત્વ મેળવવા લાગે છે. વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ ઘટે છે.

આ પણ વાંચોઃ ત્રિવેણી સંગમમાં અક્ષયકુમારે લગાવી આસ્થાની ડૂબકી, કૈટરિના પણ સાસુ સાથે પહોંચી

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button