ટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભમાં મહાજામઃ 25 કિમી સુધી ભારે ટ્રાફિક જામ: શ્રદ્ધાળુઓ 10 કિમી ચાલીને જવા મજબુર

Text To Speech

પ્રયાગરાજ, 24 ફેબ્રુઆરી: ૨૦૨૫: પ્રયાગરાજ મહાકુંભમાં છેલ્લું સ્નાન 26 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રીના દિવસે છે. આવી સ્થિતિમાં, ભક્તોમાં સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. જેના કારણે અહીં મોટી ભીડ એકઠી થઈ રહી છે. સવારે 10 વાગ્યા સુધી 55 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 62.61 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. આજે મહાકુંભનો 43મો દિવસ છે. મેળાના હવે 2 દિવસ જ બાકી રહ્યા છે. રવિવારની રજા કરતાં આજે સોમવારે વધુ ભીડ જોવા મળે છે.

પ્રયાગરાજમાં એન્ટ્રી પોઈન્ટ પર પાર્કિંગની આસપાસ જામ છે. શહેરની અંદરના ચાર રસ્તાઓ પર પણ ભારે ટ્રાફિક જામ છે. પ્રયાગરાજ પહોંચતી ગાડીઓને સંગમના 10km પહેલાં પાર્કિંગમાં રોકવામાં આવી રહી છે. બીજી તરફ, ઓટોવાળા 10 કિમી માટે 1000 રૂપિયા સુધી વસૂલ કરી રહ્યા છે.

ભારે ભીડને કારણે શ્રદ્ધાળુઓએ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રયાગરાજની આસપાસ ૨૫ કિમી સુધી ટ્રાફિક જામ રહ્યો હોવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા. આવી સ્થિતિમાં અનેક શ્રદ્ધાળુઓને 10 કિમી સુધી ચાલીને જવું પડે છે. મહાશિવરાત્રી પર, પ્રયાગરાજ શહેરમાં 16 કિલોમીટર લાંબી શોભાયાત્રા કાઢવામાં આવે છે. ઘણા મંદિરોમાંથી પણ શોભાયાત્રા કાઢવામાં આવે છે. પોલીસ સાથે વાત કર્યા પછી, તેમણે સમિતિને શોભાયાત્રા ન કાઢવા માટે સમજાવ્યા છે.

આ પણ વાંચો..ઘરે બેઠા મહાકુંભમાં ‘ડિજિટલ સ્નાન’, અનોખા સ્ટાર્ટઅપનો વીડિયો વાયરલ

Back to top button