ખુશખબર: ખેડૂતોના બેન્ક અકાઉન્ટમાં કિસાન યોજનાનો આજે 2000 રુપિયાનો હપતો આવશે, પીએમ મોદી આજે જાહેર કરશે

PM Kisan Samman Nidhi 19th Installment: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરમાં ખેડૂતોના કલ્યાણ, સુખ અને સમૃદ્ધિને પ્રાથમિકતા આપતા કિસાન સમ્માન નિધિનો 19મો હપતો જાહેર કરશે. પીએમ મોદી 2025માં બિહાર ચૂંટણી પહેલા એરપોર્ટ ગ્રાઉન્ડમાં એક જાહેર રેલીને સંબોધન કરશે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર પ્રધાનમંત્રી મોદી સાથે હશે. ભાગલપુરમાં બપોરે લગભગ 2.15 કલાકે પીએમ કિસાન યોજનાનો 19મો 2000 રૂપિયાનો હપતો જાહેર કરશે.
આ રેલીમાં લગભગ 5 લાખ ખેડૂતો ભાગ લે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમમાં કિસાન સન્માન નિધિનું વિતરણ અને જાહેર સભાનો સમાવેશ થશે. આ કાર્યક્રમ હેઠળ, પ્રધાનમંત્રી મોદી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો જાહેર કરશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે?
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા મોકલવામાં આવે છે. આ રકમ દર 4 મહિનાના અંતરાલ સાથે 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે.
E-KYC ફરજિયાત છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા માટે, e-KYC હોવું ફરજિયાત છે. જો તમે હજુ સુધી e-KYC કર્યું નથી, તો તમે 19મા હપ્તાથી વંચિત રહી શકો છો. તે જ સમયે, આ યોજનાનો લાભ મેળવવા માટે, ખેડૂતો પાસે આધાર કાર્ડ, બેંક ખાતું હોવું ફરજિયાત છે. આ સાથે જમીનના દસ્તાવેજો, રહેઠાણ પ્રમાણપત્ર પણ જરૂરી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તેમની જમીનની ચકાસણી પણ કરાવવી જરૂરી છે. આમાંથી કોઈપણ દસ્તાવેજોની ગેરહાજરીમાં, ખેડૂતો પીએમ કિસાન યોજનાથી વંચિત રહી શકે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે બેઠા પોતાના મોબાઈલ પણ kyc કરી શકે છે. PM Kisan KYC કરવા માટે ભારત સરકાર દ્વારા નવી લિંક જાહેર કરવામાં આવી છે. PM Kisan E Kyc OTP Link Active પર કેવી રીતે KYC કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.
જાણો શું છે પ્રોસેસ
- સૌપ્રથમ પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરમાં Google Chorme માં PM Kisan ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search Result માં ઘણા બધા પરિણામ બતાવશે.
- જેમાં PM Kisan Portal ની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
- આ અધિકૃત વેબસાઈટમાં Farmer Corner માં જઈને e-KYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ નવું પેજ ખુલશે જેમાં OTP Based Ekyc કરી શકો છો.
- જે ખેડૂતનું PM e-KYC કરવાનું હોય તેનો આધારકાર્ડ નંબર નાખીને Search બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ ખેડૂતને પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે નાખવાનો રહેશે.
- જેમાં Aadhaar Registered Mobile નાખ્યા બાદ “Get Mobile OTP” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ રજીસ્ટર થયેલા મોબાઈલ પર OTP આવશે જેનેજેને દાખલ કરવાનો રહેશે.
- Aadhaar Registered Mobile નો OTP દાખલ કર્યા બાદ ફરીથી, જે મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક થયેલો હશે તેના પર OTP આવશે, જે દાખલ કરીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, EKYC is Sucessfully Submitted. એવું મેસેજ આવશે. જે સફળતાપૂર્વક ekyc થઈ ગયેલ હોય તે જણાવશે.
આ પણ વાંચો: પાકિસ્તાન માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગેમ ઓવર? રિઝવાને કહ્યું- એક કપ્તાન તરીકે મને આ ગમતું નથી