ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભયંકર અકસ્માત: પેસેન્જર ભરેલી ઓટો પર ટ્રક ફરી વળ્યો, 7 લોકોને કચડી નાખતા કચ્ચરઘાણ વળી ગયો

Text To Speech

પટના, 24 ફેબ્રુઆરી 2025: બિહારના પટનામાં એક ટ્રકે ઓટોને ભયંકર રીતે ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મૃત્યુ થઈ ગયા છે. કેટલાય ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જેમને બિહારના રાજધાની પટનાની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ દુર્ઘટના રાજધાની પટનાથી 35 કિમી દૂર મસૌઢી નૌબતપુર માર્ગ પર નૂર બજાર નજીક થઈ હતી.

ટ્રકે ટક્કર માર્યા બાદ ઓટો પર પલટી મારી ગઈ

રવિવારે રાત્રે ૯:૩૦ વાગ્યાની આસપાસ એક ટ્રકે એક ઓટોને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ઓટો પલટી ગઈ. જેથી ટ્રક પણ કાબુ બહાર ગયો અને ઓટો પર પલટી ગયો. ઘટના સ્થળે ચીસો અને બૂમો પડી રહી હતી.

ઓટોમાં એક ડઝન લોકો મુસાફરી કરી રહ્યા હતા

ઓટોમાં લગભગ એક ડઝન લોકો હતા, જેઓ મજૂરી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઓટો નીચે કચડાઈ જવાથી સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં સાત લોકોના મૃત્યુ થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. બધા ઘાયલોની સારવાર ચાલી રહી છે. ટ્રક અને ઓટો વચ્ચે થયેલી ભયંકર ટક્કર બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ પણ વાંચો: પાકિસ્તાન માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગેમ ઓવર? રિઝવાને કહ્યું- એક કપ્તાન તરીકે મને આ ગમતું નથી

Back to top button