ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: લીંબડી-અમદાવાદ હાઇવે પર પ્રવાસે જઇ રહેલા વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડ્યો

Text To Speech
  • પ્રવાસે જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સને ચોરણીયા નજીક અકસ્માત નડ્યો
  • 9 શિક્ષક અને 2 વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી
  • અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી

રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતોના બનાવો વચ્ચે લીંબડી-અમદાવાદ હાઇવે પર પ્રવાસે જઇ રહેલા વિદ્યાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો છે. જેમાં 9 શિક્ષક અને 2 વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે.

પ્રવાસે જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સને ચોરણીયા નજીક અકસ્માત નડ્યો

સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. અકસ્માત સર્જાતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડી-અમદાવાદ હાઇવે પર વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લીમડીથી દ્વારકા પ્રવાસે જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સને ચોરણીયા નજીક અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી

આ બસમાં 57 જેટલા બાળકો હતા. આ અકસ્માતમાં 9 શિક્ષકો અને 2 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત: ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી 

Back to top button