PM મોદીએ બાગેશ્વર ધામમાં બાલાજી મંદિરમાં પૂજા કરી: કેન્સર હોસ્પિટલનો કર્યો શિલાન્યાસ


HD ન્યુઝ ડેસ્ક, 23 ફેબ્રુઆરી: ૨૦૨૫: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે મધ્યપ્રદેશના બે દિવસના પ્રવાસે છે. PM મોદી છતરપુર પહોંચ્યા છે જ્યાં તેમણે બાગેશ્વર ધામ બાલાજી મંદિરમાં પ્રાર્થના કરી. PM મોદીએ અહીં બનનારી બાલાજી સરકાર કેન્સર ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કર્યો અને એક જાહેર સભાને સંબોધિત કરી છે.
મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બાગેશ્વર ધામ પાસે 100 બેડની કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો છે. પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રીના આમંત્રણ પર છતરપુર પહોંચેલા પીએમ મોદીએ આજે બાલાજીના દર્શન પણ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ‘મને ખૂબ ઓછા દિવસોમાં બીજી વખત વીરોની ભૂમિ બુંદેલખડ પર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મને આ વખતે બાલાજીએ બોલાવ્યો છે. હનુમાનજીની કૃપાથી આસ્થાનું કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભૂમિપૂજન માટે પ્રધાનમંત્રીને આમંત્રણ મોકલ્યું હતું. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, ખજુરાહોના સાંસદ વી.ડી. શર્મા અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હેલિપેડ પર તેમનું સ્વાગત કર્યું. PM મોદીએ પોતાના સંબોધનની શરૂઆત જય જટાશંકર ધામથી કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખૂબ જ ઓછા સમયમાં મને બીજી વખત વીરોની ભૂમિ બુંદેલખંડની મુલાકાત લેવાની તક મળી છે. આ વખતે બાલાજીએ મને બોલાવ્યો છે. હનુમાનજીની કૃપાથી શ્રદ્ધાનું કેન્દ્ર હવે સ્વાસ્થ્યનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
છતરપુર સ્થિત બાગેશ્વર ધામમાં 100 બેડની કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે અને આ હોસ્પિટલનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ હોસ્પિટલ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
આ પણ વાંચો..‘You Idiot…’, સુનિતા વિલિયમ્સના ઘરે પાછા ફરવા અંગે એલોન મસ્કે અવકાશયાત્રીને આડેહાથ લીધા