અમદાવાદના લાંભામાં લાકડાના જથ્થામાં લાગી ભીષણ આગ: જાણો કેટલું થયું નુકશાન


અમદાવાદ, ૨૩ ફેબ્રુઆરી: ૨૦૨૫; અમદાવાદના લાંભા બળિયાદેવ મંદિર નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં ટીમ્બર માર્ટમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. લાંભાના ખુલલા પ્લોટમાં 60 ટન લાકડામાં લાગેલી આગ સવારથી બેકાબું થઈ હતી. બાજુમાં રહેલી ઈન્ડસ્ટ્રીમાં પણ 10 જેટલા શેડ બળીને ખાખ થઈ ગયા છે. ઘટના સ્થળ પર કુલ ૨૩ જેટલા ફર્સ્ટ રિસ્પોન્સ વોટર બાઉઝર ફાયર ફાઈટર અને કમાન્ડ વ્હીકલ પણ પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે બે કલાકની ભારે જહમત બાદ આગને કાબુમાં લીધી હતી. અંદાજે 100 ટન જેટલો લાકડાનો છઠ્ઠો રાખ્યો હતો અને આ જગ્યામાં કાયદેસર હતી કે ગેરકાયદેસર તેને લઈને એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવી છે.
અમદાવાદનાના લાંભા વિસ્તારમાં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી જેમાં ખુલ્લા પ્લોટમાં પડેલા લાકડામાં આગ લાગી હોવાની વાત સામે આવી છે, આગની ઘટના બનતા દોડધામ મચી હતી તો ખુલ્લા પ્લોટમાં લાકડાનો જથ્થો હતો તેમાં અચાનક આગ લાગી હતી, ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનું કામ શરૂ કર્યુ. આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે પણ આ મામલે તપાસ કરી છે અને લોકોના નિવેદન લીધા છે, આગ લાગતાની સાથે દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા.
હેન્ડી ક્રાફ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાગવાનના લાકડાનો જથ્થો સહિત 60 ટન જેટલો લાકડાનો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો હતો. આગ લાગવાના કારણે બાજુમાં આવેલા પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 3 જેટલા શેડ બળીને ખાત થઈ ગયા હતા. અન્ય ચારથી પાંચ જેટલા શેડને પણ નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડની 23 જેટલી ગાડીઓ અને ફાયરના જવાનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. લાકડાંનો જથ્થો હોવાના કારણે આગ વિશાળ રૂપે ફેલાઈ ગઈ હતી. 45 જેટલા ફાયર બ્રિગેડના કર્મચારીઓની અને અધિકારીઓની મદદથી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.
આ પણ વાંચો.।યૂટ્યૂબર રોયલ રાજા પર સૂત્રપાડામાં હુમલો, ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની સંડોવણી હોવાનો દાવો