કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

યૂટ્યૂબર રોયલ રાજા પર સૂત્રપાડામાં હુમલો, ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની સંડોવણી હોવાનો દાવો

Text To Speech

ગીરસોમનાથ, 23 ફેબ્રુઆરી 2025: ગીરસોમનાથના સૂત્રપાડામાં યૂટ્યૂબર રોયલ રાજા ઉર્ફ દિનેશ સોલંકી પર ઘાતકી હુમલો થયો છે. આ હુમલા અંગે કહેવાય છે કે ત્રણેક ગાડીઓમાં આવેલા 10 જેટલા લોકોએ દિનેશ સોલંકી પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી રહી છે. હુમલાખોરોએ કીર્તિ પટેલને વીડિયો કોલ કર્યો હોવાનું પણ કહેવાય છે. જેના કારણે આ બબાલ થઈ હોવાનું કહેવાય છે.

સતત વિવાદોથી ઘેરાયેલી રહેતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વાર વિવાદમાં સપડાઈ છે. યૂટ્યૂબર રોયલ રાજા પર થયેલા આ હુમલામાં કીર્તિ પટેલનો હાથ હોવાનું કહેવાય છે. હુમલાખોરોએ રોયલ રાજાનું અપહરણ કરી લૂંટ ચલાવી હોવાનું કહેવાય છે. હુમલો કરતી વખતે કીર્તિ પટેલનો વીડિયો કોલ કર્યો હોવાનું પણ કહેવાય છે. વીડિયો કોલમાં કીર્તિ પટેલે એવું કહ્યું કે, રોયલ રાજાની મૂંછ અને વાળ સારા નથી લાગતા, એટલે કાપી નાખો. બાદમાં હુમલાખોરોએ દિનેશ સોલંકી ઉર્ફ રોયલ રાજાની મૂંછ અને વાળ કાપી નાખ્યા હતા. હાલમાં દિનેશ સોલંકી વેરાવળની સરકારી હોસ્પિટલમાં દાખલ છે.

આ સમગ્ર ઘટનામાં એવું પણ કહેવાય છે કે દિનેશ સોલંકીએ ખજૂરભાઈની ફેવર કરતી પોસ્ટ કરી હતી.જેની અદાવતમાં આ હુમલો કર્યો હોવાનો પણ દાવો છે. આ ઘટના બાદ કીર્તિના કહેવાથી હુમલાખોરોએ રોયલ રાજાના વાળ અને મૂંછો કાપી નાખી હતી. બાદમાં રોયલ રાજા પાસે માફી મગાવતો વીડિયો પણ વાયરલ કર્યો હતો.ત્યારે હવે આ કેસમાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

દાવો કરવામાં આવે છે કે, આ હુમલો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના યૂટ્યૂબર રોયલ રાજા ઉર્ફે દીનેશ સોલંકી પર હુમલો કર્યો છે. ઘંટીયા ગામની ફાટક નજીક યૂટ્યૂબર વચ્ચે જૂની અદાવતના કારણે આ બબાલ થઈ છે. જેમાં રોયલ રાજાનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો છે. આ અદાવતમાં કીર્તિ પટેલનો હાથ હોવાનો દાવો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: બાધવા તૈયાર રહેજો: દેવાયત ખવડે ડાયરાના આયોજકને આપી ખુલ્લી ચેલેન્જ, ટેલીફોનિક વાતચીત લીક થઈ

Back to top button