ઉત્તર ગુજરાત

પાલનપુરના ગઢ ગામના મહિલા સરપંચ શ્રીમતી ગીતાબેન ભુટકાએ સ્વખર્ચે 1100 તિરંગાની ખરીદી કરી વિતરણ કર્યુ

Text To Speech

પાલનપુર: આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થઇ રહી છે અને સમગ્ર દેશ હાલ દેશભક્તિના રંગે રંગાયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “હર ઘર તિરંગા અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે પાલનપુર તાલુકાના ગઢ ખાતે ગ્રામ પંચાયત દ્વારા તિરંગા યાત્રા અને તિરંગા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ગઢ ગ્રામ પંચાયત ખાતેથી સરપંચ શ્રીમતી ગીતાબેન ભુટકાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ગઢ ગ્રામ પંચાયત અને વિમલા વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, આંગણવાડી કાર્યકરો, આશાવર્કર બહેનો, હોમગાર્ડ જવાનો અને ગ્રામજનો હાથમા તિરંગો લઈ જોડાતા સમગ્ર ગામમાં દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. દેશ ભક્તિના નારાઓ સાથે નીકળેલી તિરંગા યાત્રા ગામના વિવિધ માર્ગો પરથી નીકળી રાયકાદાદા નગર સુધી પહોંચી હતી અને ત્યાંથી પરત ગ્રામ પંચાયત ખાતે આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઢ ગામના મહિલા સરપંચ શ્રીમતી ગીતાબેન ભુટકાએ સ્વખર્ચે 1100 તિરંગાનું ગામમાં વિતરણ કરાવ્યું હતું. જેના પરિણામે ગામમાં હર ઘર પર તિરંગો લહેરાતો જોવા મળ્યો હતો.

Back to top button