IND vs PAK: ફ્રીમાં અહીં જોઈ શકશો ભારત-પાકિસ્તાનની આજની મેચ, દુબઈનું ગ્રાઉન્ડ ભારત માટે લકી

India vs Pakistan Champions Trophy 2025 Preview: ક્રિકેટના ચાહકો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, તે આજે ઘડી આવી ગઈ છે. ભારત પાકિસ્તાનની વચ્ચે બસ હવે થોડી કલાકોમાં શરુ થવા જઈ રહી છે. આ મેચ રવિવારે બપોરે 2.30 કલાકે શરુ થઈ જશે. ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબની દ્રષ્ટિથી આ મેચ ખૂબ જ મહત્વની છે. કારણ બંને દેશોમાં જે પણ હારશે, તેને સેમીફાઈનલમાં પહોંચવામાં આંખે અંધારા આવી જશે.
દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ માટે ભારતની દ્રષ્ટિથી એક વસ્તુ સારી છે. આ મેદાન પર બે વાર ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ વન ડે ફોર્મેટ રમી છે. બંને વાર ભારતીય ટીમ જીતી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી મેચ ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકાય છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે અને ટોસ બપોરે 2 વાગ્યે થશે. આ મેચનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ 18 ચેનલો પર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. ચાહકો જિયો હોટસ્ટાર પર મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ જોઈ શકે છે. આ એપ ડાઉનલોડ કર્યા પછી, ચાહકોએ તેમના મોબાઇલ નંબરથી લોગિન કરવું પડશે, ત્યારબાદ તેઓ મફતમાં મેચનો આનંદ માણી શકશે. તે પોતાના સ્માર્ટ ટીવી પર પણ આ મેચનો આનંદ માણી શકે છે. આ મેચમાં ચાહકો હિન્દી અને અંગ્રેજી તેમજ ભોજપુરી અને અન્ય ભારતીય ભાષાઓમાં કોમેન્ટ્રીનો આનંદ માણી શકશે.
૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ, બંને દેશો એશિયા કપમાં પહેલી વાર અહીં આમને સામને રમ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમે ૧૨૬ બોલ બાકી રહેતા ૮ વિકેટે જીત મેળવી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન ફક્ત 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ‘પ્લેયર ઓફ ધ મેચ’ ભુવનેશ્વર કુમારે 7 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી. કેદાર જાધવે 3 અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી. રન ચેઝમાં, ઓપનર રોહિત શર્મા (52) અને શિખર ધવન (46) મુખ્ય સ્કોરર હતા, ત્યારબાદ દિનેશ કાર્તિક (31*) અને અંબાતી રાયડુ (31*) હતા.
આ પછી, 23 સપ્ટેમ્બરના રોજ, બંને દેશો ફરી એકવાર એશિયા કપની સુપર ફોર મેચમાં આમનેસામને આવ્યા. પ્રથમ બેટિંગ કરતા, પાકિસ્તાને શોએબ મલિકના 78 રનની મદદથી 237/7 રન બનાવ્યા. બાદમાં, રોહિત શર્મા (૧૧૧*) અને શિખર ધવન (૧૧૪) ની સદીઓની મદદથી, ભારતે ૯ વિકેટે મેચ જીતી લીધી.
એટલે કે, આ આંકડાઓ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે જ્યારે પણ બંને કટ્ટર હરીફો દુબઈમાં ટકરાયા છે. ભારત હંમેશા જીત્યું છે. જો આપણે એકંદર ODI આંકડાઓ પર નજર કરીએ તો, પાકિસ્તાન ભારતથી આગળ છે. બંને દેશો વચ્ચે કુલ ૧૩૫ વનડે રમાઈ છે. જ્યાં ભારતીય ટીમ 57 વખત જીતી હતી. જ્યારે પાકિસ્તાની ટીમ 73 વખત વિજયી રહી હતી. 5 મેચ અનિર્ણિત રહી.
પાકિસ્તાન માટે કરો યા મરો મેચ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે પહેલી મેચ હાર્યા બાદ હવે પાકિસ્તાનની ટીમે ભારત સામે જીત મેળવવી પડશે. આ મેચ પાડોશી દેશ પાકિસ્તાન માટે કરો યા મરો જેવી સ્થિતિ બની રહેશે. કારણ કે જો તેઓ ભારતીય ટીમ સામે હારી જાય છે, તો તેમના માટે ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ બની જશે. પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડ સામેની શરૂઆતની મેચ 60 રનથી હારી ગઈ હતી.
ભારતીય ટીમે તેની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું હતું. જો ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવે છે તો ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં તેની ટિકિટ લગભગ પાક્કી થઈ જશે. જો પાકિસ્તાની ટીમ હારી જાય છે, તો આ ICC ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચવાનું તેનું સ્વપ્ન રોળાઈ જશે અને તેને અન્ય ટીમોના પરિણામો અને નેટ રન રેટ પર આધાર રાખવો પડશે.
આ પણ વાંચો: કુંભમાં બની રહેલા ત્રિગ્રહી યોગથી છ રાશિઓને લાભ, 27 ફેબ્રુઆરી બાદ સારો સમય