ટ્રેન્ડિંગમનોરંજન

PM મોદીએ વિક્કી કૌશલના વખાણ કર્યા, છાવાએ કરી 300 કરોડની કમાણી

  • દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ‘છાવા’ ફિલ્મના ચાહક બની ગયા છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન PM મોદીએ વિકી કૌશલની ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી

HD ન્યુઝ ડેસ્કઃ અભિનેતા વિક્કી કૌશલ અભિનીત ફિલ્મ છાવા દરેક જગ્યાએ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માટે થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ છે, જ્યારે ફિલ્મ બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરી રહી છે. સામાન્ય લોકો જ નહીં, પરંતુ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ‘છાવા’ ફિલ્મના ચાહક બની ગયા છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન PM મોદીએ વિકી કૌશલની ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ છાવાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં આયોજિત 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન દરમિયાન ‘છાવા’ ફિલ્મની પ્રશંસા કરી હતી. તેમણે મરાઠી અને હિન્દી સિનેમામાં મહારાષ્ટ્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પણ પ્રશંસા કરી. ANI દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં, પીએમ મોદી કહી રહ્યા છે કે આજકાલ, છાવા વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. સંભાજી મહારાજના શૌર્યના આ રૂપમાં પરિચય શિવાજી સાવંતના નોવેલે જ કરાવ્યો છે.

તેમણે આગળ કહ્યું કેમહારાષ્ટ્ર અને મુંબઈએ મરાઠી અને હિન્દી સિનેમાને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, લક્ષ્મણ ઉતેરકર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘છાવા’ પ્રખ્યાત સાહિત્યકાર શિવાજી સાવંતની નવલકથાથી પ્રેરિત છે. આ ફિલ્મમાં વિકી કૌશલે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે, જ્યારે રશ્મિકા મંદાનાએ તેમની પત્ની યેસુબાઈ ભોસલેની ભૂમિકા ભજવી છે. તે જ સમયે મુઘલ શાસક ઔરંગઝેબની ભૂમિકામાં અક્ષય ખન્ના ખૂબ પ્રશંસા મેળવી રહ્યો છે.

છાવાએ 300 કરોડનો આંકડો પાર કર્યો

ફિલ્મ ‘છાવા’ 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ હતી અને તેને પહેલા દિવસથી જ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મે વિશ્વભરમાં પણ સારી છાપ છોડી છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, આ ફિલ્મનું કુલ કલેક્શન 310.5 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. આ ફિલ્મ વિકી કૌશલના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ રહી છે.

આ પણ વાંચોઃ Video: પૂનમ પાંડે સાથે થઈ જાહેરમાં ગંદી હરકતો, એક વ્યક્તિએ તેને KISS…..

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button