Video: પૂનમ પાંડે સાથે થઈ જાહેરમાં ગંદી હરકતો, એક વ્યક્તિએ તેને KISS…..


મુંબઈ, 22 ફેબ્રુઆરી: 2025: પૂનમ પાંડે ઘણીવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તે ચર્ચામાં છે, પણ આ વખતે તેણે કંઈ નથી કર્યું, પણ તેના એક ફેન્સએ તેની સાથે કંઈક એવું કર્યું જેનાથી તે ખૂબ જ ડરી ગઈ હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પૂનમ પાંડેને બળજબરીથી કિસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તે તેના આ કૃત્યથી એટલી ડરી ગઈ કે, તે ત્યાંથી ભાગવા લાગી હતી.
View this post on Instagram
પૂનમ પાંડે અને વિવાદ સાથે-સાથે ચાલે છે. એક્ટ્રેસ ક્યારેક પોતાના વીડિયોઝને કારણે, તો ક્યારેક પોતાના બોલ્ડ લુકને કારણે ઈન્ટરનેટ પર ચર્ચામાં આવી જાય છે. તાજેતરમાં જ, તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક્ટ્રેસની પાછળથી આવીને એક પુરૂષ ફેને તેના ગાલ પર બળજબરીથી કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની આ હરકતથી માત્ર પૂનમ પાંડે જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના યુઝર્સ પણ હેરાન રહી ગયા હતા.
લાલ રંગના લાંબા ડીપનેક ડ્રેસ સાથે ડેનિમ જેકેટમાં પૂનમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. પાપારાઝી રસ્તા પર તેની તસવીરો લઈ રહ્યા હતા, ત્યારે એક્ટ્રેસ તેમને પોતાની ફિલ્મ બાબતે જણાવી રહી હતી અને ટ્રેલર લૉન્ચ પર આવવાનું આમંત્રણ આપી રહી હતી. આ દરમિયાન અચાનક તેની પાછળ એક ફેન આવ્યો, તો એક્ટ્રેસ ડરી ગઈ, ફેને પૂનમ પાંડેને સેલ્ફી લેવા માટે વિનંતી કરી, એક્ટ્રેસે સહમતિ આપતા જ ફોટો લેવાના બહાને તે વ્યક્તિ તેની નજીક આવવા લાગ્યો અને તેના ગાલ પર ચુંબન કરવાનો પ્રયાસ કર્યો.
ફેનની આ હરકત જોઈને એક્ટ્રેસ થોડી નર્વસ થઈ ગઈ અને તેણે તરત જ વ્યક્તિને ધક્કો મારીને દૂર કરી દીધો. આ જોઈને પાપારાઝીએ પણ ફેનને એક્ટ્રેસથી દૂર કરી દીધો હતો. વ્યક્તિની આ ગેરવર્તણૂકને લઇને જ્યાં કેટલાક ફેન ગુસ્સામાં છે, તો બીજી તરફ કેટલાક ફેન્સનું માનવું છે કે આ એક્ટ્રેસનો માત્ર પબ્લિસિટી સ્ટંટ છે.
આ પણ વાંચો..નરગીસ ફખરીએ બોયફ્રેન્ડ સાથે ગુપચૂપ લગ્ન કર્યા અને હવે સ્વિટ્ઝરલેન્ડમાં હનીમૂન!