દુખદ ઘટના: ધામધૂમથી દીકરીના લગ્ન કર્યા, દુલ્હનની વિદાયવેળાએ પિતાને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું


હૈદરાબાદ, 22 ફેબ્રુઆરી 2025: તેલંગાણાના કામારેડ્ડી જિલ્લાના બિકાનૂરમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. જ્યાં દીકરીના લગ્નની વિધિઓ પુરી કરતા જ પિતાને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં પિતાનું મૃત્યુ થઈ ગયું છે. આ સમાચાર જેવા સંબંધિઓમાં ફેલાયા કે ચારેતરફ માતમ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બિકાનૂર મંડલના રામેશ્વરપલ્લી ગામના રહેવાસી બાલચંદ્રમે પોતાની દીકરીના લગ્ન બિક્કાનૂરમાં બીટીએસ ચોક પાસે એક મેરેજ હોલમાં આયોજીત કર્યા હતા. લગ્નની વિધિઓ અંતર્ગત તેમણે દીકરીના પગ ધોયા, બાદમાં ઊભા થયા કે તરત તેમને હાર્ટ એટેક આવ્યો, જેમાં તેમનું મૃત્યુ થઈ ગયું.
જો કે, મેરેજ હોલમાં બેઠેલા પરિવારના સભ્યો અને અન્ય લોકોએ બાલચંદ્રમને તરત કામારેડ્ડીની એક હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં પહોંચતા જ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધા. આ દુખદ ઘટનાથી લગ્નનો જશ્ન માતમમાં ફેરવાઈ ગયો હતો, જેના કારણે આખો પરિવાર આઘાતમાં છે.
આ પણ વાંચો: ગજબ: 5 હજાર છોકરીઓ વચ્ચે એકલો છોકરો પરીક્ષા આપવા બેઠો, આ એક ભૂલના કારણે મજાક બની